ગાંધીધામના અન્ડરગ્રાઉન્ડ વીજ વાયરિંગ સહિતના પડતર પશ્નો ઉકેલવા હૈયાધારણા

ગાંધીધામના અન્ડરગ્રાઉન્ડ વીજ વાયરિંગ સહિતના પડતર પશ્નો ઉકેલવા હૈયાધારણા
ગાંધીધામ, તા. 13 : સંકુલના વિવિધ વીજપ્રશ્નો સંદર્ભે અગ્રણી વેપારી સંસ્થા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિમંડળની  પી.જી.વી.સી.એલના ઉચ્ચ અધિકારીઓ સાથે ચેમ્બર ભવન ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં વિવિધ પ્રશ્નો રજૂ થયા હતા.પ્રારંભમાં  પીજીવીસીએલના અધિક્ષક એન.આઈ. ઉપાધ્યાયનુ  ચેમ્બર પ્રમુખ તેજાભાઈ કાનગડ અને ઉપપ્રમુખ આદિલ શેઠનાએ સ્વાગત કર્યું હતું.  સંસ્થાના કાર્યનો પરીચય આપતા   પ્રમુખ શ્રી કાનગડે જણાવ્યુ હતુ કે વેપાર ઉદ્યોગના વિકાસ અને જનહિતના કાર્યોમાં સ્થાનિક તંત્ર, રાજય અને કેન્દ્ર સરકાર વચ્ચે સમન્વય સાધી   સંસ્થા સદાય પ્રયત્નશીલ રહી છે.અધિક્ષક ઈજનેર  ઉપાધ્યાયે કહયુ હતુ કે ઈઝ ઓફ ડુંઈગ બિઝનેશની પહેલ અંતર્ગત સરકાર દ્વારા ઉદ્યોગકારોને એચ.ટી. જોડાણો લેવામાં  પડતી મુશ્કેલીઓ  નિવારવા માટે રાજકોટમાં સિંગલ વિન્ડો સીસ્ટમ શરૂ કરાઈ છે. આ સીસ્ટમમાં સુપરવાઈઝરી કંન્ટ્રોલ એન્ડ ડેટા એકવીઝીશન (સ્કાડા) અદ્યતન સોફટવેર છે. જેને એચ.ટી. એપ્લીકેશન ગ્રાહક સુવિધા હેઠળ આવરી લેવામાં આવ્યાછે.જેની જાણકારી ઉદ્યોગકારોએ મળીતે  આ બેઠકનો ઉદેશ છે. આ વેળાએ આ વિષયે જાણકારી આપતા  પરિપત્ર  વિતરીત કરાયા  હતા. ત્યારબાદ  પૂર્વ પ્રમુખ પારસમલ નાહટા અને મંત્રી મહેશ તિર્થાણીએશહેરની મુખ્ય બજારમાં અન્ડર ગ્રાઉન્ડ કેબલીંગ,શહેરને વધારાની પેટા વિભાગીય કચેરી ફાળવવા, ચોપડવા-પડાણામાં નવા સબ સ્ટેશન શરૂ કરવા, ભચાઉના ગુરૂકૃપા ફીડરમાંથી  વારંવાર વિજ વિક્ષેપ, જુના કેબલ બદલવા, રામબાગ-આદિપુર કચેરીમાં  સ્ટાફઘટ પુરવા સહિતના મુદે રજૂઆત કરી હતી. પ્રત્યુત્તરમાં અધિક્ષકે  કહયુ હતુ કે મુખ્ય બજારની અન્ડર ગ્રાઉન્ડ  કેબલીંગ અને વધારાની પેટા કચેરી અંગે સર્કલ ઓફિસથી ઉચ્ચ સ્તરે ઠરાવ મુકાયો છે. અન્ડર ગ્રાઉન્ડ કેબલીંગ માટે તેઓએ આ ઠરાવને ડી.આઈ.એમ. સ્કીમ હેઠળ લઈને નવેસરથી  ઠરાવ મુકવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. ચોપડવા સબ સ્ટેશન માટે જમીનનો કબજો લઈ લેવામાં આવ્યો છે ટૂ‰ંક સમયમાં  કાર્ય શરૂ કરવામાં આવશે.  રામબાગ પેટા કચેરીમાં નાયબ ઈજનેરની જગ્યા એકાદ માસમાં ભરાઈ જશે.દર ત્રણ મહિને સમીક્ષા બેઠક યોજી વપરાશકર્તાઓના પ્રશ્નોના નિરાકરણ માટે ઘટતું કરાશે તેવુ તેમણે ઉમેર્યું હતું.  બેઠકમાં જેમિન કષ્ટા, એચ.આર. ખાડોદરા, એચ.વી. સતાણી, ચેમ્બરના કોષાધ્યક્ષ હરીશ માહેશ્વરી, સભ્ય બળવંતભાઈ ઠકકર, રાકેશ જૈન, અનિમેષ મોદી, શરદ ઠકકર, કૈલેશ ગોર, રોહિત આહુજા વગેરે હાજર રહયા હતા.  

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer