પૂર્વ કચ્છમાં ઇ-ચલણ મળ્યાના 30 દિવસમાં વાહનમાલિકો દંડ ભરે

ગાંધીધામ, તા. 13 : નેત્રમ (કમાન્ડ કંટ્રોલ સેન્ટર) પૂર્વ કચ્છ દ્વારા જે વાહનચાલકોને ઇ-ચલણ આપવામાં આવ્યા છે તેવા વાહનચાલકો ચલણ મળ્યાના 30 દિવસમાં દંડની ભરપાઇ નહીં કરે તો તેવા લોકોના વાહનો ડિટેઇન કરવામાં આવશે.રોંગ સાઇડમાં વાહન ચલાવવું, દ્વિચક્રીય વાહનો પર ત્રણ સવારી કરવી, ચાલુ વાહને મોબાઇલનો ઉપયોગ કરવો, કારમાં ડાર્ક કે કાળી ફિલ્મનો ઉપયોગ કરવો, વાહનમાં એચ.એસ.આર.પી. વગરની નંબર પ્લેટ લગાવવી, ચાલુ વાહનમાં સુરક્ષા બેલ્ટ ન બાંધવો વગેરે નિયમો ભંગ કરનારા વાહનચાલકોને ઇ-ચલણ આપવામાં આવી રહ્યા છે. આવા ચલણ વિશ્વાસ ઇ-ચલણ એપ્લીકેશન, વેબસાઇટ, પૂર્વ કચ્છ નેત્રમ અથવા રાજ્યના તમામ જિલ્લાના નેત્રમ ખાતેથી પણ ભરી શકાશે. હાલમાં તા. 26/12થી 6/1 સુધી ઇ-ચલણ પેમેન્ટ પોર્ટલ ટેકનિકલ કારણોસર બંધ હતું પરંતુ હવે આ પોર્ટલ ચાલુ થઇ ગયું છે, જેથી ઇ-ચલણ મળ્યાના 30 દિવસમાં ઇ-ચલણ ભરી જવા અન્યથા સરકારના  દિશાનિર્દેશ મુજબ આવા વાહનો ડિટેઇન કરવામાં આવશે તેવું પોલીસની એક યાદીમાં જણાવાયું હતું. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer