લોહાણા સમાજનો સર્વાંગી ક્ષેત્રે વિકાસ કરવાની મહાપરિષદે નેમ વ્યક્ત કરી

લોહાણા સમાજનો સર્વાંગી ક્ષેત્રે વિકાસ કરવાની મહાપરિષદે નેમ વ્યક્ત કરી
અંજાર, તા. 13 : લોહાણા મહાપરિષદનું કાર્ય સામાજિક ઐકયતા સાધવાની સાથે સમાજના સર્વાંગી ક્ષેત્રે સમાંતર વિકાસ કરવાની નેમ હોવાનું પ્રમુખ સતીશભાઈ વિઠ્ઠલાણીએ અંજારમાં લોહાણા મહાજનની મુલાકાત દરમ્યાન જણાવી મહાપરિષદ દ્વારા જ્ઞાતિ ઉપયોગી અપાતી સેવાઓ સાથે સરકારની યોજનાના લાભોની માહિતી આપી હતી. કચ્છ ઝોનના પ્રમુખ કે.સી.ઠક્કરે અંજાર લોહાણા મહાજનને સૌથી જૂનું અનુભવી મહાજન ગણાવી સંગઠનની શક્તિ સમયની માંગ હોવાનું જણાવ્યું હતું. સંજયભાઇએ વક્તવ્યમાં  અંજાર લો. મહાજનની  નવી કારોબારીની રચના કરવા સંબંધે સમગ્ર વિગતે વાકેફ કર્યા હતા. આ પ્રસંગે પરિષદના અધ્યક્ષ સતીશભાઇ વિઠ્ઠલાણી, રાષ્ટ્રીય મહિલા અધ્યક્ષા રશ્મિબેન વિઠ્ઠલાણી સાથે યુવા અધ્યક્ષચેતનભાઇ, મુંબઈ મહાજનના મહામંત્રી નીતિનભાઈ પાંધીનું અંજાર લો. મહાજનના રાજેશભાઈ પલણ,હસમુખભાઈ કોડરાણી,  સંજયભાઇ દાવડા, મહેન્દ્રભાઈ કોટક, મનસુખલાલ ગણાત્રા, સુરેશભાઈ  શેઠ, નરેન્દ્ર સોમૈયા, વીરેન્દ્ર કોડરાણી,  મુકેશ ભીન્ડે, હરેશ દક્ષિણી, ગીતાબેન દાવડા, ઝુલીબેન માથકિયાએ સન્માન કર્યું હતું. લોહાણા મહાપરિષદ  કચ્છના પદાધિકારીઓ અશોકભાઇ કારિયા, ભરત રૈયા, દીપક ઠક્કર, મયૂર સાયતા, મહિલા પાંખના બહેનો પણ સારી સંખ્યામા ઉપસ્થિતિ રહ્યા હતા. બળવંતભાઈ ઠક્કર (પ્રમુખ, અખિલ કચ્છ લો.મ.), પંકજભાઇ ઠક્કર (પ્રમુખ અખિલ કચ્છ સોશિયલ  ગ્રુપ), શામજીભાઈ (મંત્રી કચ્છ ઝોન), અશોકભાઈ (રિજિયન પ્રમુખ), રાજેશ પલણ (પ્રમુખ લો.મ.), હસમુખભાઈ કોડરાણી (રિજિયન મંત્રી-પૂર્વ પ્રમુખ લો.મ.), વસંતભાઈ કોડરાણી (પૂર્વ નગરપતિ) તથા મહાજનના હોદ્દેદારો-અગ્રણીઓ વગેરેએ ઉપસ્થિત રહી બેઠકમાં-ચર્ચામાં સૂચનો કર્યા હતા.  

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer