ગાંધીધામને 300 બેડની હોસ્પિટલ મંજૂર કરવા સાંસદની રજૂઆત

ભુજ, તા. 13 : ઔદ્યોગિક હબ ગાંધીધામમાંપી.જી.આઇ. સમકક્ષ 300 બેડની હોસ્પિટલબનાવવા કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાએ ભારત સરકારના હેલ્થ અને ફેમિલી વેલ્ફેર મંત્રી મનસુખભાઇ માંડવિયાજીને પત્ર લખી માગણી કરી છે.પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટયૂટ ઓફ?મેડિકલ એજ્યુકેશન અને રિસર્ચ સમક્ષ?હોસ્પિટલ ગાંધીધામમાં બને તેવો પત્ર કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ તથા ગજરાતના મુખ્યમંત્રી અને આરોગ્ય પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ મંત્રીને પાઠવતાં સાંસદે જણાવ્યું હતું કે,ગાંધીધામમાં સુવિધાસભર,સુપરસ્પેશિયાલિટીઝ?અને શૈક્ષણિક તબીબી સંશોધનવાળી 300 બેડની હોસ્પિટલ બને અને બીમાર પીડિતોને માનવીય સંવેદનાસભર સેવા સ્થાનિકે મળી રહે અને દર્દીઓને અમદાવાદ-રાજકોટ કે મુંબઇ સુધી ધક્કા ખાવા પડે નહીં, ગંભીર રોગોનું નિદાન અને સારવાર સ્થાનિકે મળી રહે તેવી રજૂઆત કરી હતી. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer