જાયન્ટ્સ ગ્રુપ ઓફ વ્હોરા કોલોની ભુજની સ્થાપના

જાયન્ટ્સ ગ્રુપ ઓફ વ્હોરા કોલોની ભુજની સ્થાપના
ભુજ, તા. 13 : જાયન્ટસ ઇન્ટરનેશનલ વેલ્ફેર ફાઉન્ડેશન મુંબઇના નેજા હેઠળ દેશભરમાં 5000થી વધુ ગ્રુપો દેશ-વિદેશમાં સેવાકીય પ્રવૃતિઓ કરી રહ્યા છે જેમાં ભુજમાં `જાયન્ટસ ગ્રુપ ઓફ વ્હોરા કોલોની ભુજ'નો ઉમેરો થયો છે મુંદરા રોડ પર ભૂકંપ બાદ વ્હોરા કોલોનીની રચના કરવામાં આવી અને તે કોલોનીના 20 જેટલા યુવાનોએ આ નવા ગ્રુપની સ્થાપના કરી છે. જાયન્ટસ ગ્રુપ ઓફ વ્હોરા કોલોની ભુજના પ્રથમ ફાઉન્ડર પ્રેસિડેન્ટ તરીકે મુર્તઝા વેજલાની, ડી.એ. હુજેફાભાઇ અને ખજાનચી તરીકે અબ્બાસભાઇની ટીમનો શપથવિધિ કાર્યક્રમ વ્હોરા કોમ્યુનીટી હોલમાં યોજવામાં આવ્યો હતો. વ્હોરા કોમ્યુનીટીમાં વાલી શેખ અબ્દુલ હુશેનભાઇ અને જાયન્ટસની પ્રાર્થના અને દાઉદી વ્હોરા સમાજના પ્રમુખ તાહેરભાઇ દારૂગરના હસ્તે દીપ પ્રાગટયથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. અધ્યક્ષ-સ્થાન જાયન્ટસ ગ્રુપ ઓફ ભુજના પ્રેસિડેન્ટ જયસિંહભાઇ પરમારે શોભાવ્યું હતું. મુખ્ય અતિથિઓ તરીકે જાયન્ટસ ઇન્ટરનેશલ મુંબઇના સ્પેશ્યલ કમિટી મેમ્બર સી.કે. મોતા અને નિષદભાઇ મહેતા ફેડરેશન વાઇસ પ્રેસિડેન્ટ શાંતિલાલ પટેલ રહ્યા હતા. અતિથિવિશેષ તરીકે ભુજ નગરપાલિકા શાસક પક્ષના નેતા અશોકભાઇ પટેલ, વોર્ડ નં. 11 કાઉન્સીલર ધર્મેશભાઇ ગોર અને બિંદીયાબેન ઠક્કર રહ્યા હતા. ફેડરેશન 3-બીના બેટી બચાવો ઓફિસર નિરંજનાબેન ભરતવાલા અને ફેડરેશન 3-બીના અવેરનેશ ઓફિસર ડો. મધુકાન્તભાઇ આચાર્યની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. ફેડ. વી.પી. શાંતિલાલભાઇ પટેલે આવકાર આપ્યો હતો. જાયન્ટ્સ ગ્રુપ ઓફ વ્હોરા કોલોની ભુજના નવનિયુક્ત ફાઉન્ડર પ્રેસિડેન્ટ મુર્તઝાભાઈ વેજલાણી, સેક્રેટરી હુઝેફાભાઈ વ્હોરાની ટીમના તમામ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સને યુનિટ 9ના યુનિટ ડાયરેકટર યોગેશભાઇ ત્રિવેદી (માંડવી)એ શપથ લેવડાવ્યા હતા. નુરુદીનભાઇ સેવવાલાએ ટેલિફોનિક લાઇવ શુભેચ્છા પાઠવી હતી. પ્રથમ પ્રોજેકટમાં ગરીબોને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન ભુજ ગ્રુપના શિવશંકરભાઇ નાકરે સંભાળ્યું હતું. કાર્યક્રમમાં વ્હોરા કોલોનીના મહાનુભાવો ઉપરાંત ભુજ ગ્રુપના પ્રદિપભાઇ જોશી, અરૂણભાઇ જોશી, નરશીંભાઇ ગોગારી, રવજીભાઇ મહેશ્વરી, હેમંતભાઇ ઠક્કર, માંડવી ગ્રુપના પ્રેસિડેન્ટ યોગેશભાઇ મહેતા, હર્ષ ત્રિવેદી, વ્યોમ મહેતા અને સાહેલી ગ્રુપના પ્રેસિડેન્ટ તરૂણાબેન અમૃતિયા અને રાધાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer