સિદ્ધાચલની તીર્થયાત્રામાં મુંદરાથી ભાવિકો જોડાયા

સિદ્ધાચલની તીર્થયાત્રામાં મુંદરાથી ભાવિકો જોડાયા
મુંદરા, તા. 13 : અહીંના સંઘ સંચાલિત જીત-હીર-કનક સૂરિશ્વરજી સાત ચોવિસી જૈન ધાર્મિક શિક્ષણ સંસ્થા દ્વારા સિદ્ધાચલ તીર્થની યાત્રા કરવામાં આવી હતી. સંસ્થાના પાઠશાળામાં ભણતા બાળકો તથા શિક્ષકો જોડાયા હતા.વાગડ સાંતલપુર, આણંદ,સુરત,વલસાડ, ભુજ, મુંદરા,માધાપર, અંજાર,રાપર વગેરે ગામોમાંથી જોડાયા હતા. ગિરિરાજની યાત્રા આજુબાજુના તીર્થ સ્થળ જંબુ ટ્રીપ, રોહી શાળા, અઢી ટ્રીપ તથા પૂર્ણ ચંદ્રસૂરિશ્વરજી, પ્રબોધચંદ્ર સૂરિશ્વરજી મહારાજના દેવ દર્શન કર્યા હતા. મ.સા.એ જીવદયા પર ભાર મૂક્યો હતો. તથા પાઠશાળાના વાલીઓને નિયમિત પાઠશાળા મોકલવા માટે સૂચન કર્યું હતું. રાત્રે પાઠશાળાના બાળકો દ્વારા ધાર્મિક નાટક, એક પાત્ર અભિનય તથા જૈનધર્મના સિદ્ધાંત પર વકતવ્યો બાળકો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. પુરસ્કારથી સન્માનવામાં આવ્યા હતા. વેલજી દામજી ભણશાલી સંચાલિત ધર્મશાળાના મેનેજિંગ ટ્રસ્ટી સુરેશભાઇ સંઘવી, પાઠશાળા મેનેજિંગ ટ્રસ્ટી સેવંતીલાલ સંઘવી,  પાઠશાળાના પ્રમુખ કાંતિભાઇ શેઠ, ઉપપ્રમુખ જયસુખભાઇ ઘોડા, મંત્રી ભરતભાઇ ત્રેવાડિયા, ટ્રસ્ટી પ્રદીપભાઇ ગાંધી, મનસુખભાઇ જખલિયા, કનકભાઇ વોરા, કનુભાઇ સીરિયા, અરવિંદ મહેતા, ચંદુભાઇ મહેતા તથા ધર્મશાળા અને પાઠશાળાના હોદ્દેદારો, કારોબારી સભ્યો, ટ્રસ્ટીઓ સાક્ષી બન્યા હતા.રમેશભાઇ કોઠારી, જખશીભાઇ મહેતા, પ્રવીણભાઇ પારેખ સહભાગી બન્યા હતા. દરેક પાઠશાળાના કાર્યકરો તથા વિમલ મહેતા, રોહિત મહેતા, જીતુભાઇ મહેતાએ વ્યવસ્થા સંભાળી હતી. સ્થાનિક અગ્રણીઓમાં ચમનભાઇ કચ્છી, જે.ડી. ભાઇ, મયુરભાઇ વગેરે જોડાયા હતા. કાર્યક્રમનું સંચાલન દીપકભાઇ દ્વારા કરવામાં આવ્યું હતું. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer