ભુજના ઓમ સંસ્કારધામ મંદિરના 30મા પાટોત્સવ નિમિત્તે ભાગવત કથા યોજાઇ

ભુજના ઓમ સંસ્કારધામ મંદિરના 30મા પાટોત્સવ નિમિત્તે ભાગવત કથા યોજાઇ
ભુજ, તા. 13 : અહીંના ૐ સંસ્કારધામ મંદિરના 30મા પાટોત્સવ પ્રસંગે સમૂહ ભાગવત કથામાં યુવા કથાકાર ધ્રુવકુમાર શાત્રીજીએ જણાવ્યું કે, જ્યાં સત્ય છે ત્યાં ભગવાનનો વાસ છે. ગોવર્ધન પર્વતનાં પૂજનથી પ્રભુ, ભૂમિ, ભક્તો, સમસ્ત જીવાત્માનું કલ્યાણ થાય છે.આ કથા દરમ્યાન ભાગવતાચાર્ય મહેશભાઇ ભટ્ટે આશીર્વચન પાઠવ્યા હતા. કથામાં પૂર્વ રાજ્યમંત્રી તારાચંદભાઇ છેડા, અંજારના ધારાસભ્ય વાસણભાઇ આહીર, સાંસદ વિનોદભાઇ ચાવડા, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, નગરપતિ ઘનશ્યામભાઇ ઠક્કર,  સરકારી વકીલ કલ્પેશભાઇ ગોસ્વામી, સમાજરત્ન વિનોદભાઇ પુરુષોત્તમ સોલંકી, લુણવાના ગોપાલભાઇ ખેંગાર છાંગા, સતીશભાઇ વાલાભાઇ છાંગા,  એસ.આર.ડી. ડાંગર, નગરસેવક કમલભાઇ ગઢવી, અરવિંદભાઇ વાઘેલા, મનીષભાઇ બારોટ, મુકેશભાઇ (વારાહી),  હંસાબેન તારાચંદભાઇ છેડા, ભાવિશા હિતેશ ડબાસિયા (માધાપર), ચંદુમા (ગઢશીશા), દેવીબા (કોઠારા),  જયામા (અંગિયા), સવિતાદેવી (પદમપુર)  કથામાં ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય યજમાન મમુઆરાવાળા હરિભાઇ જાટિયા રહ્યા હતા. આ ભાગવત કથામાં વાસણભાઇએ કૃષ્ણ ભજન ગાયું હતું. રુક્ષ્મણિ વિવાહ પ્રસંગે કૃષ્ણ પક્ષના યજમાન - રુતીબેન નંદલાલ ત્રિકમભાઇ ભોજાણી (રતનાલ), રુક્ષ્મણિ વિવાહ - ધરતીબહેન વિશ્રામભાઇ ડાંગર (મમુઆરા)એ યજમાન તરીકે લાભ લીધો હતો. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer