ભુજ શહેરના 11 અને તાલુકાના 8 વિસ્તાર માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર

ભુજ, તા.13 : જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-19ને અટકાવવા સરકારની માર્ગદર્શિકા અનુસાર ભુજ શહેરના નિર્મલાસિંહની વાડીમાં આવેલ ઘર નં.14-બી સહિત ઘર નં.1થી 5 કુલ-5 ઘરોને, શહેરના પબુરાઇ ફળિયામાં આવેલ ઘર નં.747 કુલ-1 ઘરને, શહેરના ડાંડા બજારમાં રાજગોર સમાજવાડી પાછળ આવેલ ઘર નં.1ને, શહેરની ગીતા કોટેજમાં ઘર નં.108, 109-એ કુલ-1, શહેરમાં કલ્યાણેશ્વર વાડીમાં સનરાઈઝ એપાર્ટમેન્ટમાં પહેલા માળે આવેલ ઘર નં.એ/1થી એ/3 સુધી કુલ-3 ઘરોને, શહેરમાં એકતા સુપર માર્કેટ પાસે કતીરા કોમ્પ્લેક્ષમાં પહેલા માળે આવેલ રૂમ નં.1 (ઓફીસ) કુલ-1 રૂમને, શહેરમાં હાઉસીંગ બોર્ડમાં આવેલ ઘર નં.001થી 004 સુધી, ઘર નં.101થી 104 સુધી તથા ઘર નં.201થી 204 સુધી કુલ-12 ઘરોને, શહેરમાં આયાનગરમાં આવેલ ઘર નં.417 તથા 418 કુલ-2 ઘરોને, શહેરમાં આઈયાનગરમાં આવેલ ઘર નં.381 તથા 382 કુલ-2 ઘરોને, શહેરમાં શકિત હોટલની બાજુમાં ઓધવ હોટલમાં આવેલ રૂમ નં.319 કુલ-1 રૂમને, શહેરમાં ભાનુશાળીનગરમાં નિર્મલાસિંહની વાડીમાં આવેલ ઘર નં.53-એ સહિત ઘર નં.1થી 4 સુધી કુલ-4 ઘરોને, માનકુવા ગામના નવાવાસમાં એસ.બી.આઇ. બેંક પાસે આવેલ ઘર નં.1થી 7 કુલ-7 ઘરોને, માનકુવા ગામે નવાવાસમાં રામ મંદિર પાસે આવેલ ઘર નં.1થી 5 સુધી કુલ-5 ઘરોને, કોડકી ગામે પી.એચ.સી. પાછળ આવેલ ઘર નં.1થી 5 સુધી કુલ-5 ઘરોને, ફોટડી ગામે પટેલવાસમાં આવેલ ઘર નં.1 તથા 2 કુલ-2 ઘરોને, નારાણપર (પ) ગામે બાલમંદિરની બાજુમાં આવેલ ઘર નં.1 કુલ-1 ઘરને, ભુજ તાલુકાના માધાપર ગામે નવાવાસમાં વર્ધમાનનગરમાં આવેલ ઘર નં.1થી 4 સુધી કુલ-4 ઘરોને, માધાપર ગામે નવાવાસમાં પિન્ક સિટીમાં આવેલ ઘર નં.1થી 5 સુધી કુલ-5 ઘરોને, માધાપર ગામે જુનાવાસમાં શકિતનગરમાં ગાયત્રી મંદિર પાછળ આવેલ ઘર નં.1થી 8 સુધી કુલ-8 ઘરોને તા.23/1/2022 સુધી માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.  

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer