વારંવાર ચૂંટણીના સમયે ભાજપી સરકારે કચ્છના કિસાનોને ગુમરાહ કર્યા છે

ભુજ, તા . 13 : કચ્છના નર્મદાની નીરની હવે માંગણી નહીં પણ કચ્છના કિસાનો હક માંગે છે. વારંવાર  ચૂંટણી આવવાના સમયે જ આ ભાજપી સરકારે લોલીપોપ આપી કિસાનોને ગૂમરાહ કર્યા છે. આજે ઘણા વર્ષ પછી કચ્છ કિસાન સંઘે લડતના  મંડાણ કર્યા છે.કચ્છ જિલ્લા કિસાન કોંગ્રેસ સમુદાય કિસાનોના હિત માટે ખેડૂતોના પ્રશ્નોને લઇ વારંવાર અવાજ ઉઠાવતું આવ્યું છે અને કચ્છના કિસાનની સાથે રહ્યું છે. આ બાબતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ગાંધીનગરમાં રૂબરૂ મળી અવગત કર્યા છે. નર્મદાના વધારાના 1 મિલિયન એકર પાણી મુદ્દે મજબૂતાઇપૂર્વક કચ્છ કિસાન સંઘ લડાઇ કરવા જઇ રહ્યું છે. તો આંદોલનને કચ્છ જિલ્લાના કિસાન કોંગ્રેસના પ્રવક્તા યોગેશ પોકારે જાહેર કર્યું હતું.કિસાન સંઘે ભાજપની સરકાર સામે જ કચ્છના કરી લે તે બાબત કિસાનોએ અને કિસાન સંઘના અગ્રણીઓએ ધ્યાનમાં રાખવી પડશે.સામ દામ દંડ અને ભેદવાળી ભાજપી સરકાર આંદોલન તોડવા પૂરતા પ્રયાસકરશે. શ્રી પોકારે ઉમેર્યું હતું કે, અમે કચ્છના કિસાનો વતી ભરોસો અને વિશ્વાસ રાખીએ કે કચ્છ કિસાન સંઘના અગ્રણીઓ આ કચ્છના નર્મદાના નીરના મુદ્દે જ્યાં સુધી વહીવટી મંજૂરી ના આવી જાય અને કચ્છના છેવાડાના ગામ સુધી નર્મદાના નીર ના પહોંચે ત્યાં સુધી આ બાબતે કોઇ કચાસ છોડશે નહીં અને આંદોલનને પૂરું કરશે નહીં. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer