મહારાષ્ટ્રમાં કાયદાની જાળમાં ફસાયેલા કચ્છના ઊંટપાલકોને મુક્ત કરાવવા પ્રયાસો શરૂ

ભુજ, તા. 13 : મહારાષ્ટ્રમાં કાયદાની જાળમાં ફસાયેલા કચ્છના ઊંટપાલકોને મુક્ત કરવા ઊંટ માલધારી સંગઠન દ્વારા વિવિધસ્તરે રજૂઆત કરાઈ છે.તાજેતરમાં કચ્છથી પોતાના ઊંટ સાથે પગે ચાલીને મહારાષ્ટ્ર ગયેલા કચ્છના પાંચ ઊંટપાલકોને  તેમના 58 જેટલા ઊંટ સાથે કાયદાની જાળમાં ફસાવીને કચ્છના માલધારીઓને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.કાયદાની પેચીદી જોગવાઇથી અજાણ અને અભણ એવાપાંચ માલધારીઓ છેલ્લા એક અઠવાડિયાથી મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લાના તલેગાંવ થાણામાં જેલમાં અટકાયત હેઠળ છે. આ ઊંટ રાજસ્થાનથી હૈદરાબાદ કતલ કરવાના ઇરાદે લઇ જઇ રહ્યા છે, તેવી શંકાના  આધારે તેમની ધરપકડ કરી પશુ ક્રૂરતા નિવારણ કાયદાની જોગવાઇઓને  આધારે તેમની સામે ફોજદારી ફરિયાદ દાખલ કરાઇ છે. મહારાષ્ટ્રમાં કાયદાની જાળમાં ફસાયેલા માલધારીઓને મુક્ત કરવા માટે કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાને  રજૂઆત કરાતા તેમના દ્વારા પ્રયાસો થઇ રહ્યા છે, ઉપરાંત કચ્છ કલેક્ટરને પણ?આવેદન આપીને રજૂઆત કરાઇ છે.કચ્છના વરનોરા ગામના પ્રભા રાણા રબારી, જગા હીરા રબારી, સામજિયારા ગામના વિશાભાઇ રબારી, ટપ્પર ગામના વેરશી રાણા રબારી અને ખીરસરા ગામના મુસા હમીદ જત આ પાંચ માલધારીઓને  પોતપોતાના ગામથી પોતાના નર ઊંટ સાથે જઇ રહ્યા હતા, ત્યારે તેમની ધરપકડ કરવામાં આવી હતી. અખિલ કચ્છ રબારીસમાજના પ્રમુખ હીરાભાઇ રબારી,જેમલભાઇ રબારી (માલધારી અગ્રણી-ભુજ), મશરૂભાઇ રીણાભાઇ?રબારી (સદસ્ય જિ.પં.),આંબાભાઇ નાથારબારી (કા.ચે. તાલુકા પંચાયત), ગોકુલભાઇ રબારી (સરપંચ ખોખરા),  બાબુભાઇ ભીખાભાઇ રબારી (સરપંચ મિંદિયાળા), કાનાભાઇ નારણ રબારી (અગ્રણી),અજરણભાઇ રબારી (વરનોરા) વિગેરે સાંસદ તેમજ કલેકટરને રૂબરૂ મળીને  રજૂઆત કરી હતી. આ બાબતે સહજીવન સંસ્થાના મહેન્દ્ર ભાનાણી, રમેશ ભટ્ટી દ્વારા ઊંટ માલધારી સંગઠનને જરૂરી મદદ કરવામાં આવી રહી હોવાનું યાદીમાં જણાવાયું છે. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer