`શોધ'' યોજનાનો લાભ લેવાની વધુ એક તક

ભુજ, તા 13: ગુજરાતના શિક્ષણ વિભાગે ગુજરાતની માન્ય યુનિવર્સિટીઓમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે પીએચ.ડી. કરતા વિદ્યાર્થીઓને સંશોધન માટે પ્રોત્સાહન પૂરું પાડવા માટે શિષ્યવૃતિ/સહાય આપવાની યોજના શોધ  એટલે કે સ્કીમ ઓફ ડેવલાપિંગ હાઇક્વોલિટી રિસર્ચ શરૂ કરવામાં આવી છે, જેમાં બાકી રહી ગયા હોય કે નવા પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓએ હોય તમામની અરજી માગવામાં આવી છે. જેમણે તા. 17-2018 પછી ગુજરાત રાજ્યની માન્યતા પ્રાપ્ત રાજ્ય/ખાનગી/વિભાગીય યુનિવર્સિટી અથવા સંસ્થાઓમાં નિયમિત પૂર્ણ સમય પર પીએચ.ડી. માટે પ્રવેશ મેળવ્યો છે તથા કોઈપણ સંસ્થામાં નોકરી કરતા નથી, કમાતા નથી કે અન્ય કોઈ રાજ્ય અથવા રાષ્ટ્રીય સ્તરની શિષ્યવૃતિ/સહાયનો લાભ લેતા નથી તથા શોધના નિયમ પ્રમાણેના બધા જ માપદંડોને પરિપૂર્ણ કરતા વિદ્યાર્થીઓ આ શિષ્યવૃતિનો લાભ લેવા માટે અરજી કરવા પાત્ર છે. ઇચ્છુક વિદ્યાર્થીઓ તા. 15/01/2022થી તા.15/02/2022ના સાંજે પાંચ વાગ્યા સુધીમાં https://mysy.guj.nic.in/shodh વેબસાઇટ દ્વારા અૉનલાઇન અરજી કરી શકે છે. વધુ વિગતો માટે હેલ્પલાઇન નંબર 99792 00152 પર કામના કલાકો દરમિયાન સંપર્ક કરવા કે [email protected]  પર ઇમેઇલ કરવા જણાવાયું છે.ઉલ્લેખનીય છે કે, કચ્છ યુનિવર્સીટીએ આ સ્કીમ ચાલુ થઇ ત્યારથી  વિદ્યાર્થીઓને લાભઅપાવ્યો છે. યુનિ.ના નોડલ ઓફિસર ડો. ગૌરવ ચૌહાણએ જણાવ્યું હતું કે, આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને માસિક રૂ.15000ની સ્ટાઈપેન્ડ તથા અન્ય અનુસંગીક ખર્ચ પેટે રૂ.20000ની વાર્ષિક સહાય મહત્તમ બે વર્ષ સુધી આપવામાં આવે છે. અત્યાર સુધી બે બેચને આનો લાભ મળ્યો છે. 2020માં 13 વિદ્યાર્થીઓ કચ્છ યુનિવર્સીટીના હતા તથા વર્ષ 2021માં 20 વિદ્યાર્થીઓ કચ્છના હતા. ડો. ચૌહાણે જણાવ્યું હતું કે, કચ્છ યુનિવર્સીટીમાં ચાલુ વર્ષની પી.એચ.ડી ની પરીક્ષા હજુ બાકી છે, જે ટૂંક ગાળામાં લેવાઈ જશે અને જી.ડી.પી.આઈ. તથા આર. એ. સી. અને રજીસ્ટ્રેશન તા. 15-02 સુધીમાં થઈ જશે તો આગળના બે વર્ષ કરતા પણ વધુ સંખ્યામાં કચ્છના વિદ્યાર્થીઓ લાભ લઇ શકશે.  

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer