હોમિયોપેથિક સ્કોલરશિપ ઉપરાંત તેજસ્વી છાત્રોને એવોર્ડ અપાશે

હોમિયોપેથિક સ્કોલરશિપ ઉપરાંત તેજસ્વી છાત્રોને એવોર્ડ અપાશે
ભુજ, તા. 13 : ડો. કવિતા (મીરાં) સચદે સ્મારક ટ્રસ્ટ તરફથી ગુજરાત રાજ્યની હોમિયોપેથિક કોલેજના 2021-22ના શૈક્ષણિક વર્ષ દરમ્યાનના ડિગ્રી કોર્સના ત્રીજા તથા ચોથા વર્ષમાં અભ્યાસ કરતા કચ્છી વિદ્યાર્થીઓ પૈકી બે યોગ્ય કચ્છી વિદ્યાર્થીઓને રૂા. 15,000-00ની ડો. કવિતા (મીરાં) સચદે મેમોરિયલ સ્કોલરશીપ આપવામાં આવશે.આ ઉપરાંત પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા કચ્છી વિદ્યાર્થીને રૂા. 15,000-00ની સ્વ. માણેકલાલભાઈ શાહ પરિવાર તરફથી તથા બીજા વર્ષમાં અભ્યાસ કરતા કચ્છી વિદ્યાર્થીને રૂા. 15,000-00 સ્વ. મધુભાઈ આર. જેઠી પરિવાર તરફથી એમ ચાર સ્કોલરશીપ્સ આપવામાં આવશે. સ્કોલરશીપ્સ માટેના અરજીપત્રકો ઉર્મિશ એસ. સચદે એડવોકેટ `મીરાં', 36 સી-એ, ભાનુશાલીનગર, ભુજ-કચ્છ પાસેથી તા. 25/01/2022 સુધી મળી શકશે. જે તા. 30/01/2022 સુધી ટ્રસ્ટને પરત મોકલવાના રહેશે. આ ઉપરાંત ગુજરાતની જુદી-જુદી યુનિવર્સિટી તરફથી છેલ્લે લેવામાં આવેલી હોમિયોપેથીની બી.એચ.એમ.એસ.ની પરીક્ષામાં દરેક યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીને તથા વર્ષ-2021 લેવામાં આવેલ એસ.એસ.સી. તથા એચ.એસ.સી.ની પરીક્ષામાં કચ્છમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીને ડો. કવિતા (મીરાં) સચદે મેમોરિયલ એવોર્ડઝ આપવામાં આવશે. પ્રથમ સ્થાન મેળવનાર વિદ્યાર્થીએ માર્કશિટની ખરી નકલ, સ્કૂલના દાખલા, જે તે યુનિવર્સિટીમાં પ્રથમ આવ્યા અંગેના યુનિવર્સિટી અથવા કોલેજના દાખલા સાથે ટ્રસ્ટને તા. 30/01/2022 સુધી લેખિત જાણ કરવા સ્કોલરશીપ્સ તેમજ એવોર્ડઝનું વિતરણ તા. 21 ફેબ્રુઆરી-2022ના યોજાનાર ડો. કવિતા (મીરાં) સચદે શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં કરવામાં આવશે. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer