આજે બપોરે 12.30 કલાકથી સંક્રાંતિનો પુણ્યકાળ ગણાશે

દયાપર, તા. 13 : આજે તા.14/1ના સૂર્યનારાયણ પોતાની રાશિ બદલશે, ધનરાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરશે, જેને મકરસંક્રાંતિ કહેવાય છે. સૂર્યનારાયણ આજે બપોરે  2.30 કલાકે મકર રાશિમાં પ્રવેશ કરતા હોઇ બપોરના 2.30થી 6.23 સુધી સંક્રાંતિનો પુણ્યકાળ ગણાશે. કચ્છ કર્મકાંડવિદ્ બ્રાહ્મણ મંડળ અને કચ્છ સારસ્વત બ્રાહ્મણ વિદ્વત સમિતિના જિલ્લા સલાહકાર વિશ્વનાથભાઇ જોષી (દયાપર)એ આ બાબતે માહિતી આપતાં જણાવ્યું હતું કે, સંક્રાંતિની સવારી, દિશા, પવિધાન પ્રમાણે તેની અસરો હોવાનું જ્યોતિષશાત્રમાં બતાવ્યું છે. વત્ર પીળું પહેરેલું હોવાથી પીળી વસ્તુઓ હળદર, ચણાદાળના ભાવમાં વધારો આવે. વાહન વાઘ અને ઉપવાહન અશ્વ હોતાં આ પ્રાણીઓમાં  રોગચાળો રહે. ઉત્તરમાંથી આવીને દક્ષિણ તરફ જાય છે અને દૃષ્ટિ નૈઋઍત્ય બાજુ છે. તેથી ઉત્તર અને નૈઋઍત્ય દિશાની પ્રજાને સુખ પ્રાપ્ત થાય.સંક્રાંતિના દિવસે તલ ખાવા, તલના જળવાળું સ્નાન કરવું, તલનો હોમ, તલવાળું પાણી પીવું, ગૌમાતાને ઘાસચારો નાખવો, સૂર્યનારાયણને જળ-દૂધનો  અભિષેક કરવો (અર્ધ્ય આપવું), પિતૃતર્પણ, શિવપૂજન કરવું, વડીલોને પ્રસન્ન કરવા, જીવદયાના ઉત્તમ કાર્ય (શ્વાન-કૂતરાં)ને ખીચડી, પક્ષીને ચણ, કીડીને કિડિયારું અર્પણ કરવા. તલનું દાન, ઇષ્ટદેવની પૂજા કરવી. - સંક્રાંતિમાં 12 રાશિવાળાને કયું દાન કરવું ? : મેષ, કર્ક, વૃશ્ચિક : લાલ રંગની વસ્તુ, ખજૂર, ઘઉં, ગોળ, તલ, ત્રાંબાના વાસણ, વૃષભ, ધન, કન્યા : ઘી, ખાંડ, ચોખા, વાસણ, તલ, મકર, સિંહ, મીન : ચણાદાળ, પીળું વત્ર, તુવેરદાળ, તલ, મિથુન, કુંભ, તુલા : વાસણ, અડદ, તલ, કાળું કાપડ, કાળા તલ. - સંક્રાંતિ દૂધપાક ખાય છે. તેથી પરંપરા પ્રમાણે દૂધ અને તેની બનાવટો મોંઘી થાય. સંક્રાંતિના પુણ્યકાળ દરમ્યાન તલનો છ પ્રકારે ઉપયોગ કરવાથી દુ:ખોનો નાશ થાય છે. જેમાં તલ મિશ્રિત જળ દ્વારા સ્નાન કરવું, તલનું અભ્યંગ દેહ પર લગાડવું, તલવાળું જળ પીવામાં લેવું, તલનું હોમ કરવું, તલનો ખાવામાં ઉપયોગ લેવો, તલનું દાન કરવું. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer