આડેસર-સામખિયાળી માર્ગે અકસ્માતમાં આધેડનું મોત

ગાંધીધામ, તા. 30 : આડેસર-સામખિયાળી ધોરીમાર્ગ ઉપર બે મોટરસાઈકલ વચ્ચે થયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા  કમાભાઈ સાદુરભાઈ ગોહિલ (કોળી) (ઉ.વ.60)ને સારવાર કારગત નીવડે તે પહેલાં તેમણે અંાખો મીંચી લીધી હતી.પોલીસ સૂત્રોએ વિગતો  આપતાં  જણાવ્યું હતું કે આ ધોરીમાર્ગ ઉપર કિષ્ના હોટલ પાસે ગત તા. 28/11ના 10.30 વાગ્યાના અરસામાં  અકસ્માત થયો હતો. હતભાગી  કમાભાઈ મો.સા. નં. જીજે-12-સીઈ-9754  લઈને પોતાના  ખેતરેથી પેટ્રોલ ભરાવવા નીકળ્યા હતા. રસ્તામાં  પૂરઝડપે આવતા મો.સા. નં. જીજે-08-સીએફ-8309ના ચાલકે  તેમને ટકકર  મારી હતી, જેમાં કમાભાઈને માથાના ભાગે તથા શરીરના ભાગે ગંભીર પ્રકારની ઈજા પહોંચતાં તેમને  ગાગોદર  આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર  અર્થે આદિપુરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા,પંરતુ સારવાર  દરમ્યાન તેમણે  અંતિમ શ્વાસ લીધા હતા. મૃતકના પુત્ર રમેશભાઈ કમાભાઈ ગોહિલે મોટરસાઈકલના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.  

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer