કંડલા એરપોર્ટ ઉપર પાર્કિંગનાં નામે નાણાં પડાવતી એજન્સીની સેવા રદ

ગાંધીધામ, તા. 30 : કંડલા એરપોર્ટ ઉપર પ્રવાસીઓને લેવા-મુકવા આવતા વાહનો પાસે પાર્કિંગના નામે નાણા વસુલાતા હોવાની અનેક ફરીયાદો વચ્ચે એરપોર્ટ ઓથોરીટી દ્વારા પાર્કિંગનું  કામ  કરતી એજન્સીની સેવા રદ કરતો  કડક નિર્ણય લીધો હતો. આદિપુરના ધારાશાત્રી એન.જે. તોલાણીએ સંબંધિતો સમક્ષ ફરીયાદ કરતા જણાવ્યુ હતુ કે ઉતારૂઓને લેવા -મુકવાનો કોઈ ચાર્જ લેવાનો હોતો નથી તેમ છતાં ઓથોરીટી દ્વારા નિમાયેલી એજન્સીના કર્મચારીઓ દ્વારા રૂા.30 પાર્કિંગ& વસુલવામા આવે છે, જેના પ્રત્યુતરમાં ઓથોરીટીના ડાયરેકટરે જણાવ્યુ હતુ કે પાર્કિંગની કામગીરી કરતી એજન્સીની 22/10/2021 ના સેવા રદ કરવામાં આવી છે.ટર્મિનલ ઈમારતની આગળના ભાગે ભીડ ન થાય તેવા ઉદેશ સાથે પીકઅપ અને ડ્રોપના કિસ્સામાં 10 મિનીટની વિના મુલ્યે સેવાનો નિર્ણય લેવાયો હોવાનુ તેમણે ઉમેર્યું હતું.નોંધપાત્ર છે કે એરપોર્ટ ઉપર પ્રવાસીઓને માત્ર લેવા મુકવા આવતા વાહનના માલિકો પાસેથી પાર્કિગની વ્યવસ્થા સંભાળતી એજન્સીના કર્મચારીઓ પાર્કિંગના નામે નાણા વસુલતા હોવાનીઅનેક ફરીયાદો ઉઠી હતી.આ મુદે અનેક જાગૃત નાગરીકોએ  ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી હતી. આ ફરિયાદોને ધ્યાને લઈને ઓથોરીટી આ નિર્ણય લેવાયો હોવાનુ સુત્રોએ ઉમેર્યું હતું.  

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer