કચ્છમાં શિક્ષકોની ઘટનો પ્રશ્ન ઉકેલવા, સ્થાનિક યુવાનોની ભરતી કરવા મુખ્યમંત્રી સમક્ષ માંગ

ગાંધીધામ, તા. 30 : જિલ્લાનીપ્રાથમિક શાળામાં શિક્ષકઘટનો પ્રશ્ન ઉકેલવા સ્થાનિકે લાયકાત ધરાવતા યુવાનોને  ભરતી કરી નોકરી આપવા મુખ્યમંત્રી સમક્ષ માંગ કરાઈ હતી.નરેન્દ્રમોદી વિચાર મંચ ભચાઉના પ્રમુખ શૈલેન્દ્રસિંહ જાડેજાએ એક યાદીમાં જણાવ્યુ હતુ કે વિસ્તારની દ્રષ્ટીએ  કચ્છ જિલ્લો ઘણો મોટો છે. જિલ્લાની અનેક પ્રાથમિક શાળામાં શિક્ષિકોની ઘટને કારણે વિદ્યાર્થીઓ અને વાલીવર્ગ હાલાકી વેઠી રહયો છે. આ સંજોગોમાં સ્થાનિકે લાયકાત ધરાવતા શિક્ષિત યુવાનોને ભરતી કરી નોકરીની તક આપવી જોઈએ. જેને કારણે બેરોજગારને નોકરી મળી જશે અને શિક્ષિકોની ઘટનો પ્રશ્નો પણ ઉકેલાઈ જશે. આ અંગે તેમણે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી.  

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer