નાની ચીરઈ નજીક 4.25 લાખના ગટરનાં ઢાંકાણાંને નુકસાન

ગાંધીધામ, તા. 26 : ભચાઉ તાલુકા નાની ચીરઈ પાસે અજાણ્યા ઈસમે 4.25 લાખનાં ગટરલાઈનનાં ઢાંકણાંને નુકસાન પહોંચાડયું હોવાનો મામલો ભચાઉ પોલીસ ચોપડે નોંધાયો હતો.નાની ચીરઈ કબ્રસ્તાનના સામેના ભાગે  ભચાઉ -ગાંધીધામ જતા માર્ગની બાજુમાં અજાણ્યા ઈસમે 85 મીટરમાં ડ્રેનેજ લાઈનના 57 ઢાંકણાંને તોડી નાખ્યા હતા. જેમાં રૂા. 4,25 લાખની મિલકતને નુકસાન પહોંચ્યું હોવાનું આંકવામાં આવ્યું છે. આ બનાવ તા. 11/11ના રાત્રિના 12 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધીના અરસામાં બન્યો હતો. એલ.એન.ટી કંપનીમાં રૂટ પેટ્રોલિંગની કામગીરી સંભાળતા યશપાલસિંહ વીરેન્દ્રસિંહ જાડેજાની  ફરિયાદના આધારે પોલીસે  અજાણ્યા આરોપી  વિરુદ્ધ પબ્લિક પ્રોપર્ટી એકટ તળે ગુનો નોંધ્યો હતો. આ અંગે તપાસ પી.એસ.આઈ. એ.એચ. સોલંકી ચલાવી રહ્યા છે.  

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer