વ્યક્તિલક્ષી રજૂઆતો સત્વરે ઉકેલાય તે હેતુથી સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

વ્યક્તિલક્ષી રજૂઆતો સત્વરે ઉકેલાય તે હેતુથી સેવાસેતુ કાર્યક્રમ યોજાયો
ગઢશીશા, તા. 26 : માંડવી તા.ના મકડા ગામે પ્રાથમિક શાળા ખાતે રાજ્યના વહીવટમાં પારદર્શીતા વધે તેમજ લોકોની વ્યક્તીલક્ષી રજૂઆતોના ઉકેલ ની ઝડપ વધે તે માટે તાલુકા કક્ષાએ સેવા સેતુ કાર્યક્રમ અને 100 કરોડ રસીકરણ પૂર્ણ થતાં સરકારને બિરદાવી અને બાકી રસીકરણ પૂર્ણ થાય, તે સાથે વિવિધ યોજનાઓના કાર્યક્રમના હેતુથી સેવાસેતુ કાર્યક્રમનું આયોજન ધારાસભ્ય  વિરેન્દ્રાસિંહજી જાડેજાની ઉપસ્થિતિમાં કરાયું હતું. આ અવસરે માંડવી તાલુકા પંચાયત પ્રમુખ નિલેશભાઈ મહેશ્વરી, માંડવી તાલુકા ભાજપ પ્રમુખ સુરેશભાઈ સંઘાર, ઉ.પ્ર. રાજેન્દ્રાસિંહ જાડેજા, કારોબારી ચેરમેન હરેશભાઇ રંગાણી, જિલ્લા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન કેશવજીભાઈ રોસિયા, લીલાબેન રાઠવા, વિરમભાઈ ગઢવી,તાલુકા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન ઝવેરબેન ચાવડા, ખીમરાજભાઈ ગઢવી, બળુભા જાડેજા, ખેડૂત અગ્રણી બટુકાસિંહ જાડેજા, યુવા મોરચા મંત્રી નિર્મલાસિંહ સોઢા, પ્રદ્યુમનાસિંહ જાડેજા, દશુભા જાડેજા, નારણભાઇ ગઢવી સહિત તાલુકા સંગઠન, તાલુકા પંચાયત, મોરચા સહિત સામાજિક અને રાજકીય આગેવાનો અને પક્ષના  કાર્યકર્તા સાથે માંડવી મામલતદાર અમિતભાઇ ચૌધરી, દરેક પ્રકારની યોજનાઓના અધિકારીઓ અને  કર્મચારીઓ તથા બહોળી સંખ્યામાં મકડા,  રત્નાપર, મોટી મઉ, નાની મઉં, કોટડી મહાદેવપુરી, પોલડિયાના લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે મકડા ગામ સરપંચ બળવંતાસિંહ જાડેજા, ઉપસરપંચ વિજયભાઈ વિગોરા, રાજુભા જાડેજા, જયુભા જાડેજા, મહોબતાસિંહ જાડેજા, દિલુભા જાડેજા, રાણુભા,  ભાવેશભાઈ ગુસાઈ વિ.એ જહેમત ઉઠાવી હતી. સંચાલન મહેન્દ્રભાઈ રામાણીએ કર્યુ હતુ. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer