કચ્છ જિલ્લાના શિક્ષકોના પ્રશ્નો શૈક્ષિક સંઘની કારોબારીમાં ચર્ચાયા

ભુજ, તા. 26: રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના આઠ સંગઠનોની રાજ્ય કારોબારી બેઠક અપેક્ષિત હોદ્દેદારોની ઉપસ્થિતિમાં વડોદરા જીલ્લાના કાયાવરોહણ ખાતે યોજાઈ હતી. જેમાં કચ્છ વિભાગમાં કિશોરાસિંહ ચુડાસમાની વરણી થઇ હતી. જેમાં કચ્છ વિભાગમાં કિશોરસિંહ ચૂડાસમાની વરણી થઈ હતી.પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષકોના પડતર પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી એચટાટ સહિત, બદલી પામેલા શિક્ષક મિત્રોને ઝડપથી છુટા કરવા, જુની પેન્શન યોજના, સાતમા પગાર પંચ પ્રમાણે ઘરભાડું ચુકવવા, સળંગ નોકરી તથા પગાર પંચના હપ્તા, જુના શિક્ષકોની ભરતી સહિતની અનેક બાબતો અંગે શિક્ષણ મંત્રી, શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે આક્રમક રીતે રજુઆત કરવામાં આવશે એમ રાજ્યના અધ્યક્ષ ભીખાભાઇ પટેલે જણાવ્યું હતું. કચ્છ જિલ્લામાંથી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત રાજ્ય મંત્રી મુળજીભાઈ ગઢવી, પ્રાંત સહ મીડિયા પ્રકોષ્ઠ પ્રમુખ રમેશભાઈ ગાગલ, પ્રાથમિક સંવર્ગ ઉપાધ્યક્ષ ખેતશીભાઈ ગજરા, વિભાગ સંગઠન મંત્રી કિશોરાસિંહ ચુડાસમા અને માધ્યમિક સંવર્ગ કચ્છ જિલ્લા અધ્યક્ષ નયનભાઈ વાંઝા ઉપસ્થિત રહ્યા હતા.  

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer