એશિયાઈ ચેમ્પિયન્સ ટ્રોફીની ભારતીય હોકી ટીમમાં અનેક નવા ચહેરા

ભુવનેશ્વર, તા. 26 : ટોકિયો ઓલિમ્પિક કાંસ્ય ચંદ્રક વિજેતા કપ્તાન મનપ્રીતસિંઘ ઢાકામાં આવતા મહિને રમાનારી એશિયાઇ  ચેમ્પિયન્સ ટ્રોફીમાં 20 ખેલાડીની ભારતીય હોકી ટીમનું નેતૃત્વ સંભાળશે.  અનુભવી ગોલકીપર પીઆર શ્રીજેશને વિશ્રામ અપાયો છે. ટોકિયો ઓલિમ્પિક પછી ભારતીય હોકી ટીમ પહેલીવાર કોઇ ટૂર્નામેન્ટ રમશે, જેમાં અનેક નવા ચહેરાને તક અપાઇ છે.એશિયાઇ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય હોકી ટીમની પહેલી ટક્કર તા. 14 ડિસેમ્બરે દ. કોરિયા સામે થશે. આ પછી 1પમીએ બાંગલાદેશ, 17મીએ પાકિસ્તાન, 18મીએ મલેશિયા અને 19 ડિસેમ્બરે જાપાન સામે રમશે. સેમિફાઇનલ 21 અને ફાઇનલ મુકાબલો 22 ડિસેમ્બરે રમાશે.  ગયા વર્ષે આ ટૂર્નામેન્ટની ફાઇનલ વરસાદને લીધે ન રમાતાં ભારત અને પાકિસ્તાન સંયુક્ત વિજેતા ઘોષિત થયાં હતાં. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer