ઇન્ડોનેશિયા ઓપનમાં સિંધુ સેમિ ફાઇનલમાં

બાલી, તા.26: બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા ભારતની સ્ટાર શટલર પીવી સિંધુ એક ગેમ ગુમાવ્યા બાદ વાપસી કરીને ઇન્ડોનેશિયા ઓપન સુપર-1000 બેડમિન્ટન ટૂર્નામેન્ટના સેમિ ફાઇનલમાં પહોંચી ગઇ છે. વર્તમાન વિશ્વ વિજેતા પીવી સિંધુએ કવાર્ટર ફાઇનલમાં દ. કોરિયાની ખેલાડી સિમ યુજિનને 14-21, 21-19 અને 21-14થી હાર આપીને અંતિમ ચારમાં જગ્યા બનાવી હતી. જયાં તેનો સામનો જાપાનની તાકાશાહી અને થાઇલેન્ડની ઇંતાનોન વચ્ચેના મેચના વિજેતા ખેલાડી સામે થશે.મેન્સ સિંગલ્સમાં ભારતનો બી. સાઇ પ્રણિત કવાર્ટર ફાઇનલમાં ઓલિમ્પિક ચેમ્પિયન ડેનમાર્કના વિકટર એકસેલસન સામે ટકરાશે. પ્રણિતે પ્રી. કવાર્ટરમાં ફ્રાંસના ખેલાડી ક્રિસ્ટો પોપોવને 21-17, 14-21 અને 21-19થી હાર આપી હતી. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer