લુણવા પાસે ફેક્ટરીના સીસીટીવી બંધ કરી 12.96 લાખનો કોલસો ચોરી જવાયો

ગાંધીધામ, તા. 26 : ભચાઉ તાલુકાના લુણવા ગામે આવેલા એકમમાં કામ કરતા સાત કર્મચારીએ એક સંપ કરી  કાવતરૂ રચી ટ્રકમાં  કોકનો જથ્થો ભરાવીને રવાના કરી રૂા.12.96 લાખના માલની ચોરી કરી હોવાનો કિસ્સોપોલીસ ચોપડે નોંધાયો હતો.નારાયણી કોક પ્રાઈવેટ લીમીટેડના મેનેજીંગ ડાયરેકટર પવન લાલચંદ મોર(અગ્રવાલ)ની  ફરિયાદની ટાંકીને પોલીસે કહયુ હતુ કે લુણવામાં આવેલી નારાયણી કોક પ્રાઈવેટ લીમીટેડમાં ગત તા.23/11ના 11 વાગ્યાથી તા.24/11ના 2 વાગ્યા સુધીના અરસામાં ચોરીનો આ બનાવ બન્યો હતો.આ જ એકમમાં કામ કરતા આરોપી સચીન  ભચુલાલ પરીહાર, રામ અવતાર, ગુલામ હૈદર અંસારી, મૌહમંદ રીઝવાન અંસારી, એનુલ સિદીક અંસારી, એચ.એમ. ડ્રાઈવર પપ્પુ તથા   ટ્રક નં. જીજે.24.વી.9581ના ડ્રાઈવરે એકસંપ કરી ચોરીનું કાવતરૂ રચ્યુ હતું. આરોપીએ એકમમાંથી    ટ્રક નં.જીજે.24.વી.9581માં 27 ટન કોકનો જથ્થો લોડ કર્યો હતો.ત્યારબાદ તહોમતદારોએઆ વાહનની નોંધપોંથીમાં કોઈ નોંધ કરાવી ન હતી.એકમમાં લગાવેલા  સી.સી.ટી.વી  કેમેરાની  સ્વીચ બંધ કરાવી કોક ભરેલુ વાહન રવાના કરી ચોરી કરાવી હતી. એક ટનની કિંમત રૂા.48 હજાર હિસાબે કુલ  27 ટનના માલની કિંમત રૂા.12,96,000 આંકવામાં આવી હતી.પોલીસે  સાતેય આરોપી વિરુધ્ધ ભારતીય દંડ સંહિતાની કલમો તળે ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer