માધાપરમાં એસિડ પી લઇ પરિણીતાનો અકળ આપઘાત

ભુજ, તા. 26 : તાલુકાના માધાપર ગામે 25 વર્ષની વયની પરિણીતા પૂજાબેન ભાવેશ ગરવાએ કોઇ અગમ્ય કારણોથી પ્રેરાઇ એસિડ પી લઇ આત્મહત્યા કરી હતી. માધાપરમાં નવાવાસ વિસ્તારમાં કેશરબાગ રોડ સ્થિત આશા હોમ વન ખાતે રહેતી પૂજાબેને ગઇકાલે રાત્રે એસિડ પી લીધું હતું. પહેલાં ભુજની ખાનગી હોસ્પિટલમાં અને બાદમાં જનરલ હોસ્પિટલ ખાતે લઇ જવાયા પછી તેનું મૃત્યુ થયું હતું. આ હતભાગીએ કયા કારણે આ પગલું ભર્યું તે હજુ સ્પષ્ટ થયું નથી. પોલીસે અકસ્માત મોતની નોંધણી કરી આ દિશામાં તપાસ હાથ ધરી છે. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer