ભુજમાં પાઇપ અને ધોકાથી ઘાતક હુમલામાં બે યુવક ગંભીર રીતે ઘવાયા

ભુજ, તા. 26 : શહેરમાં વાણિયાવાડ નાકા બહાર સલમાન ચા નામની દુકાન નજીક પોલીસ ફરિયાદ કરવા વિશેની અદાવતમાં લોખંડના પાઇપ અને ધોકા વડે થયેલા ઘાતક હુમલામાં અકબર મામદ પલેજા (ઉ.વ. 37) અને નોફીલ થેબાને ગંભીર ઇજાઓ થઇ હતી.પોલીસે આપેલી માહિતી મુજબ ગઇકાલે બપોરે બનેલા આ કિસ્સા બાબતે ભુજના ઇમરાન અલીમામદ મથડા અને તેના ભાઇ જાવેદ અલીમામદ મથડા સામે કલમ 326 મુજબ ગુનો દાખલ કરાવાયો હતો. ભોગ બનનારા અકબરને અસ્થિભંગ સહિતની અને નોફીલને હેમરેજ સહિતની ઇજા થયાનું લખાવાયું છે. કેસના ફરિયાદી અકબરે બે વર્ષ અગાઉ આરોપી ઇમરાન સામે પોલીસ ફરિયાદ લખાવી હતી. જે બાબતે આ હુમલો કરાયો હોવાનું ફરિયાદમાં લખાવાયું છે. એ-ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer