અંજારમાં વરલી મટકાનો જુગાર રમતો શખ્સ ઝડપાયો

ગાંધીધામ,તા.26: અંજાર પોલીસે શહેરમાં વરલી મટકાનો આંકફેરનો જુગાર રમતા એક શખ્સને રોકડા રૂા.1260 સાથે દબોચી લીધો હતો. શહેરના દેવળીયાનાકા વિસ્તારમાં વરલી મટકાનો અંાક ફરકના  જુગાર અંગે પોલીસે આજે બપોરના અરસામાં કાર્યવાહી કરી જુગાર રમી રમાડતા અંતરજાળના સીરૂમલ ખીલુમલ ટીકીયાણી(સીંધી)ની ધરપકડ કરી હતી.પકડાયેલા તહોમતદાર પાસેથી ડાયરી, બોલપેન  સાથે રોકડા રૂા.1260 સહિતનો મુદામાલ કબ્જે લીધો હતો. પોલીસે ઝડપાયેલા આરોપી સામે જુગારધારાની કલમો તળે ગુન્હોં નોંધી આગળની તપાસ હાથ ધરી છે.  

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer