ભુજની નાની ગલીઓમાં કચરો સાફ કર્યા પછી બહાર લાવવા હેન્ડકાર્ટ અપાઈ

ભુજની નાની ગલીઓમાં કચરો સાફ કર્યા પછી બહાર લાવવા હેન્ડકાર્ટ અપાઈ
ભુજ, તા. 25 : શહેરની અંદર અને બહારના વિસ્તારની નાની-નાની ગલીઓમાં કચરો સાફ કર્યા?પછી બહાર લઈ આવવામાં સફાઈ કામદારોને શ્રમ ઓછો પડે અને કામ વધારે થાય તે માટે હેન્ડકાર્ટનું વિતરણ કરતાં નગરપતિ ઘનશ્યામભાઈ ઠક્કરે જણાવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા ભુજ નગરપાલિકાને 12.54 લાખની ગ્રાન્ટ હેન્ડકાર્ટની ખરીદી માટે ફાળવવામાં આવી હતી. જેમ પોર્ટલ પરથી ખરીદી કરાઈ છે. તમામ વોર્ડમાં જ્યાં જેટલી જરૂરત હશે ત્યાં તેટલી વિતરણ કરાશે તેવું સેનિટેશન શાખાના ચેરમેન કમલભાઈ ગઢવીએ જણાવ્યું હતું. વિતરણ પ્રસંગે ભુજ શહેર ભાજપના મહામંત્રી જયદીપસિંહ જાડેજા, પાલિકા ઉપપ્રમુખ રેશ્માબેન ઝવેરી, કારોબારી ચેરમેન જગતભાઈ વ્યાસ, દંડક અનિલભાઈ છત્રાળા, વોટર ટેન્કર કમિટીના ચેરમેન કિરણભાઈ ગોરી નગરસેવક રસીલાબેન પંડયા, દિવ્યરાજસિંહ જાડેજા, ધર્મેશભાઈ ગોર, સામાજિક અગ્રણીઓ સિધિકભાઈ સમા, મયંકભાઈ રૂપારેલ તેમજ રાજુભાઈ ભીલ તેમજ સેનિટેશન ઈન્સ્પેક્ટર મિલનભાઈ ઠક્કર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer