ભુજ-અબડાસામાં બે કોરોના સંક્રમિત વધ્યા

ભુજ, તા. 25 : કચ્છમાં બે દિવસ કોરોનાનો એક પણ કેસ ન નોંધાતાં મળેલ રાહત બાદ ગુરુવારે ભુજ અને અબડાસામાં એક-એક પોઝિટિવ કેસ નોંધાતાં સક્રિય કેસનો આંક ચાર પર પહોંચ્યો છે. નવા કેસ નોંધાયા તેની સામે એક પણ દર્દી સ્વસ્થ ન થતાં સક્રિય કેસનો આંક ઊંચકાયો હતો. તો ભુજ શહેરમાં સોમવારે સંક્રમિત થયેલા દર્દીના પત્નીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. ભાનુશાલીનગરમાં ખૂબ ટૂંકા ગાળામાં બે કેસ નોંધાતાં થોડો ગભરાટ ફેલાયેલો જોવા મળ્યો હતો. નોંધનીય છેકે સોમવારે સંક્રમિત થયેલા દર્દીએ રસીના બે ડોઝ લીધા હતા. અબડાસા તાલુકામાં લાંબા સમય બાદ કોરોનાના નોંધાયેલા કેસમાં લખપત તાલુકાના ભાડરાનો શખ્સ સંક્રમિત થયાનું સત્તાવાર રીતે જાણવા મળ્યું છે. સંક્રમિત વ્યક્તિની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી ન હોવાનું આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું છે. આ વ્યક્તિ ભાડરાથી મોથાળા આવ્યો હોવાનુંય જાણવા મળ્યું છે.ગાંધીધામમાં 5022, ભુજમાં 2996, અંજારમાં 2965, મુંદરામાં 1834, નખત્રાણામાં 1455, ભચાઉમાં 1162, માંડવીમાં 1102, રાપરમાં 1048, અબડાસામાં 477 અને લખપતમાં 474 મળી 18,535નું રસીકરણ કરાયું હતું. જિલ્લામાં રસીનો એક ડોઝ લેનારાનો આંક 14.44 તો બંને ડોઝ લેનારાઓની સંખ્યા 9.68 લાખે પહોંચી છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer