ભુજમાં નાણાં ધીરનાર દ્વારા પઠાણી ઉઘરાણી સાથે કનડગતના મામલે ફોજદારી

ભુજ, તા. 25 : ઉંચા વ્યાજે ખાનગી વ્યકિત પાસેથી નાણાં વ્યાજે લીધા બાદ પઠાણી ઉઘરાણી અને કનડગત થવા સહિતના મામલે વધુ એક ફોજદારી ફરિયાદ આ શહેરના એ. ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે. ભુજમાં કંસારા સોની બજાર વિસ્તારમાં હવેલી ફળિયા ચોક ખાતે ચાંદીના સાંકળા બનાવવા માટેનું કામ કરતા કારીગર રીતેશ અરાવિંદ ભાનુશાલીએ આજે આ બાબતે ભુજમાં પ્રમુખ સ્વામી નગર ખાતે રહેતા ધીરેન જોશી સામે આ ગુનો દાખલ કરાવ્યો હતો.નાણાંની જરૂરત ઉભી થતા ભોગ બનનારે છ ટકા માસિક વ્યાજે રૂા. દોઢ લાખ આરોપી પાસે લીધા હતા. આ પૈકી અડધી રકમ ચુકવી દેવાયા પછીયે પઠાણી ઉઘરાણી અને કનડગત સહિતના પરિબળો અખત્યાર કરાયાનું ફરિયાદમાં લખાવાયું છે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer