ખાવડા પાસેની કંપનીના કામદારનું શંકાસ્પદ મૃત્યુ

ભુજ, તા. 25 : તાલુકાના ખાવડા સ્થિત એગ્રોસેલ કંપનીમાં કામ કરતા મૂળ પંચમહાલ જિલ્લાના મણિલાલ લક્ષ્મણ રાઠોડ (ઉ.વ.45) પગપાળા જતા સમયે પગ લપસી પડતા અકસ્માતે મૃત્યુ થતાં માધાપર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. મરનાર મણિલાલ તેના સહકર્મીઓ સાથે એગ્રોસેલ કંપનીથી સવારના ભાગે પોતાના વતન જવા પગપાળા નીકળ્યા ત્યાંથી જુદા જુદા વાહનો મારફત તેઓ રૂદ્રાણી  પહોંચ્યા ત્યારે  તેમને કુદરતી હાજતે જવું હોવાથી બાવળની ઝાડી પાછળ ગયા બાદ ઘણા સમય સુધી તે પરત ન ફરતાં સાથી કામદારો તેમને શોધવા નીકળતાં તેઓ બેભાન હાલતમાં મળી આવ્યા હતા. તેમને ત્યાંથી 108 મારફત જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. તેમના શરીરે કોઇ  ઇજાના નિશાન ન મળતાં પોલીસે આ અકસ્માત મોત છે કે કુદરતી મોત છે તે બાબતે અકસ્માત મોતનો ગુનો નોંધી માધાપર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer