કોટડા જડોદરમાં બે જૂથ આવ્યાં આમનેસામને : પોલીસ બંદોબસ્ત તૈનાત

ભુજ, તા. 26 : નખત્રાણા તાલુકાના કોટડા જડોદર ગામે ગામની શેરીમાંથી બાઇક ચલાવવા મુદ્દે બે જૂથ આમને સામને આવી જતા તણાવ સર્જાયો હતો. પોલીસે તાબડતોબ ધસી જઇ સ્થિતિ વણસે નહીં તે માટે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. શેરીમાં લગ્નનો પ્રસંગ હોવાથી ત્યાંથી બાઇક ચલાવવાના મામલે આ સમગ્ર ઘર્ષણભરી પરિસ્થિતિ ઊભી થઇ હતી. બે જુદી જુદી જાતિના સમુદાય વચ્ચેનો આ મામલો વધુ નાજૂક બનતા બંને પક્ષના લોકો નોંત્રપાત્ર સંખ્યામાં એકત્ર થઇ ગયા હતા. બનાવની જાણ થતાં પોલીસ ટુકડી તાબડતોબ ધસી ગઇ?હતી અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચૂસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.આ બાબતે પોલીસનો સંપર્ક કરતાં સ્થિતિ નિયંત્રણ તળે હોવાની અને બંદોબસ્ત જારી હોવાનું જણાવાયું હતું. પ્રકરણ બાબતે ચોપડે હજુ કોઇ નોંધ થઇ નથી. દરમિયાન લઘુમતી સમાજ અને કોંગ્રેસના આગેવાન ગાંધીધામના હાજી જુમાભાઇ રાયમાએ એક યાદીમાં જણાવ્યું હતું કે, સ્થિતિ નિયંત્રણમાં છે. તેમણે શાંતિ અને એકતા જાળવવા આપીલ કરી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer