બેન્ક ખાનગીકરણના ખરડાના દિવસે બેન્ક કર્મચારીઓની હડતાળ

ભુજ, તા. 25 : સરકાર શિયાળુ સત્રમાં બેન્ક ખાનગીકરણનો ખરડો લાવવાની તૈયારીમાં છે, જેની સામે બેન્ક કર્મચારી અધિકારીઓ હડતાળ સમેત લાંબી લડત માટે તૈયારી લીધી છે. આગામી તા. 29 ડિસેમ્બરથી 1લી નવેમ્બર સુધીમાં ધરણાના કાર્યક્રમ યોજાશે.ગુજરાત ગ્રામીણ વર્કસ યુનિયનની યાદી મુજબ સરકારે બજેટમાં બે બેન્કો અને વિમા કંપનીઓને ખાનગી કરવાનું નક્કી કરેલ છે. 1991થી સરકારે ખાનગી બેન્કોને લાયસન્સ આપેલ છે, પરંતુ મોટાભાગની આવી ખાનગી બેન્કો નકશામાંથી ભૂંસાઇ ગઇ છે અને તેનો ભાર રાષ્ટ્રીયકૃત બેન્કોએ સહન કર્યો છે. જાહેર જનતાને આજે જે બેન્કીંગ સેવા મળી રહેલ છે તેના ચાર્જીશમાં નિશ્ચિતપણે વધારો થશે. 1969 પહેલાંની જેમ ગરીબ અને અકીંચન લોકો માટે બેન્કોના દરવાજા દુર્લભ થઇ જશે. અત્યારે બેન્કો લગભગ વર્ષે એક લાખ નવી ભરતી કરે છે તે બંધ થઇ જશે. અનામત પ્રથા નાબૂદ થશે, બેકારી અને બેરોજગારીમાં વધારો થશે જે સામે ખરડાના દિવસે હડતાલ પડાશે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer