ભુજ શહેર-તાલુકામાં છ માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન વધ્યા

ભુજ, તા. 25 : જિલ્લામાં કોરોના વાયરસ અંગે સરકારની માર્ગદર્શિકા અનુસાર ભુજ તાલુકાના ભુજોડી ગામે શ્રૃજન વાડી વિસ્તારમાં આવેલ ઘર નં. 1થી 5 તા. 28/11 સુધી, સુખપર ગામે નવાવાસમાં પહાડી વિસ્તારમાં આવેલ ઘર નં. 1થી 4 તા. 30/11 સુધી, ધાણેટી ગામે ડેમ સાઈટ વાડી વિસ્તારમાં આવેલ ઘર નં. 1 તા. 01/12 સુધી, કુકમા ગામે કલ્યાણેશ્વર સોસાયટીમાં આવેલ ઘર નં. 1થી 5 સુધી તા. 01/12 સુધી, ઈન્દિરાનગર લેર ફાટક સામે સંજોટનગરની બાજુમાં આવેલ ઘર નં. 1થી ઘર નં. 6 તા. 03/12 સુધી, ભુજ શહેર ભાનુશાલીનગરમાં તીર્થભૂમિ એપાર્ટમેન્ટ પાસે આવેલ ઘર નં. 77/એ સહિત ઘર નં. 1થી ઘર નં. 5ને તા. 04/12 સુધી માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયો છે. જાહેરનામાનો ભંગ કરનારા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ કલમ 51થી 58 તથા ભારતીય દંડ સહિતાની કલમ 188ની જોગવાઈ મુજબ શિક્ષાપાત્ર કરશે તેવું મદદનીશ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અતિરાગ ચપલોતે જણાવ્યું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer