ગાંધીધામમાં મોટા વેપારીનાં દબાણો સામે પાલિકા દ્વારા આંખ મીચામણાં કરાતાં હોવાનો આક્ષેપ

ગાંધીધામમાં મોટા વેપારીનાં દબાણો સામે પાલિકા દ્વારા આંખ મીચામણાં કરાતાં હોવાનો આક્ષેપ
ગાંધીધામ, તા. 24 : શહેરના ટાગોર રોડ, રેલ્વે મથક, રોટરી સર્કલથી રાજવી ફાટક સુધીના નાના લોકોના પાલિકાએ દબાણો દુર કરી પડયા પર પાટુ મારી તેમની રોજગારી છીનવી લીધી છે. બીજીબાજુ મોટા વેપારીઓના દબાણો અંગે આંખ આડા કાન કરવામાં આવે છે. તેવો આક્ષેપ કરીને નાના વેપારીઓને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની માંગણી કરતું આવેદનપત્ર આજે વિપક્ષે નગરપાલિકામાં આપ્યું હતું. આ શહેર અને સંકુલમાં છેલ્લા કેટલાક દિવસથી પાલિકા દ્વારા દબાણો દુર કરવામાં આવી રહ્યા છે. સત્તા પક્ષ દ્વારા સોશ્યલ મિડીયામાં મોટા પાયે પ્રચાર, પ્રસાર કરવામાં આવે છે કે મોલમાંથી સામાન ન ખરીદો અને નાના ધંધાર્થી પાસેથી સમાન ખરીદો પરંતુ અહીંની પાલિકાએ આવા નાના ધંધાર્થીઓના ધંધા પર બુલડોઝર ફેરવી તેમને પાયમાલ કરી નાખ્યા છે.  શહેરમાં મોટા વેપારીઓની દુકાનો આગળના દબાણો અંગે પાલિકા સ્વયં આંખ આડા કાન કરે છે. શહેરની વચલી બજાર, ચાવલા ચોક, આત્મારામ સર્કલથી રેડક્રોસ ચાર રસ્તા પરના દબાણો દુર ન કરી પાલિકા એક ને ગોળ બીજાને ખોળની અમાનવીય નિતિ અપનાવી રહી છે. અમુક મોટા વેપારીઓ પોતાની દુકાન આગળ ફુટપાથ ઉપર ગેરકાયદેસર રીતે જગ્યા ભાડે આપી મોટા ભાડા વસુલે છે.  જે પાલિકા ચૂપ છે. આ વેપારીઓ કોંગ્રસી અગ્રણી તથા પૂર્વ ધારાસભ્ય વાલજીભાઈ દનિચા, શહેર પ્રમુખ સંજય ગાંધી, તાલુકા પ્રમુખ હાજી ગનીભાઈ માંજોઠી, હકુભા જાડેજા, ચેતન જોશી, સમિપ જોશી, કાસમ ત્રાયા, વિનોદ બેલાણી, યુવા કોંગ્રેસના પ્રમુખ નિતેશ લાલવા, અમિત ચાવડા, જગદીશ ગઢવી, જોબ ચેરીયલ, મુસ્તાક સોઢા, વિપુલ સૂંઢા, રાજેશ થારૂ, ઉમેશ કટુઆ, પ્રશાંત દનિચા, ખીમજીભાઈ થારૂ, બાબુભાઈ આહિર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer