ભુજમાં ઓવરલોડ વાહનોમાંથી પડતી કાંકરીથી અકસ્માતની ભીતિ

ભુજમાં ઓવરલોડ વાહનોમાંથી પડતી કાંકરીથી અકસ્માતની ભીતિ
ભુજ, તા. 24 : શહેરના કોવઈનગર, આશાપુરા સ્કૂલ, બીએસએફ સહિતના માર્ગે ઓવરલોડ વાહનોમાંથી પડતા મોટા કાંકરાને કારણે વાહનચાલકો તેમજ રાહદારીઓ પરેશાન બન્યા છે. માર્ગ પર વેરાયેલા કાંકરાને કારણે અનેકવાર અકસ્માતના બનાવો પણ બની રહ્યા હોવાની ફરિયાદ ઊઠી છે.આ અંગે જાગૃત નાગરિકના જણાવ્યા અનુસાર ભુજના કોવઈનગર તેમજ આશાપુરા સ્કૂલ નજીક તથા બીએસએફ માર્ગેથી ઓવરલોડ વાહનો બેરોકટોક પસાર થઈ રહ્યા છે. જેમાંથી મોટા પ્રમાણમાં કાંકરીઓ માર્ગ પર વેરાતાં વાહનો સ્લીપ થતાં ચાલક ઘવાયા હોવાના બનાવો છાસવારે બની રહ્યા છે. તો, રાહદારીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કોઈ મોટો અકસ્માત સર્જાય તે પહેલાં આ માર્ગો પરથી પસાર થતા ઓવરલોડ વાહનો સામે કાર્યવાહી કરાય તેવી માંગ જાગૃત નાગરિકોમાં ઊઠી છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer