અંજારના રસ્તાનું કામ નહીં થાય તો નાછૂટકે આંદોલનની ફરજ પડશે

અંજારના રસ્તાનું કામ નહીં થાય તો નાછૂટકે આંદોલનની ફરજ પડશે
અંજાર, તા. 24 : શહેરના વોર્ડ નંબર-પમાં આવેલી કર્મચારી સોસાયટી-1 અને 2ના અવરજવરના મુખ્ય રસ્તા તૂટી જવાના કારણે અહીંથી પસાર થતા અનેક રાહદારીઓ તેમજ વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખરાબ રસ્તાના કારણે અવારનવાર નાના-મોટા અકસ્માતો પણ થાય છે.તૂટી ગયેલા રોડમાં ચોમાસાનું પાણી ભરાઈ જવાના કારણે માખી-મચ્છરોનો ઉપદ્રવ વધી જતાં રોગચાળો ફેલાવવાની પણ તીવ્ર દહેશત છે. આ બાબતે આ વિસ્તારના કાઉન્સિલરોનું અવારનવાર ધ્યાન દોરવા છતાં પણ ફક્ત રોડ બનાવી આપવાના વચનો આપવામાં આવે છે, પરંતુ કામગીરીના નામે કંઈ જ કરાયું નથી. વારંવાર ફરિયાદોના પગલે સફાઈ કામદારો દ્વારા અહીં માત્ર સફાઈ અને દવાના છંઠકાવ દ્વારા જ સંતોષ માનવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ છે. જો આ રોડનું કામ સમયસર કરાવવામાં નહીં આવે તો નાછૂટકે નગરપાલિકામાં ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવું અહીંના સ્થાનિક બળદેવપુરી ગોસ્વામી દ્વારા ચીમકી અપાઈ છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer