આદિપુરમાં એક લાખના થાંભલાની ચોરીનો ભેદ ખુલ્યો : ચાર ઝડપાયા

આદિપુરમાં એક લાખના થાંભલાની ચોરીનો ભેદ ખુલ્યો : ચાર ઝડપાયા
ગાંધીધામ, તા. 24 : આદિપુરના વોર્ડ-એમાં ટાગોર રોડ નજીક એક પ્લોટ પાસેથી થયેલી રૂા. 1,02,000ની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી લીધો હતો. આ બનાવમાં ચાર શખ્સોની ધરપકડ કરી તમામ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.આદિપુરના વોર્ડ-3-એમાં આવેલા એક પ્લોટ પાસેથી ચોરીનો આ બનાવ બન્યો હતો. થોડા દિવસ અગાઉ અહીં રહેલા જાહેરાતના બોર્ડ માટેના 25 નાના-મોટા લોખંડના થાંભલા ચોરી જવાયા હતા. રૂા. 1,02,000ની આ ચોરી અંગે પ્રવિણસિંહ ઝાલાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી ભારતનગરના મહેશ ઉર્ફે ભાનુ વેલજી ભાનુશાલી, કાર્ગોના અમિત ગૌરવ ચૌધરી, મીઠીરોહરના નવીન રામજી ચૌધરી તથા તુણા વંડીના જુસબ ઉર્ફે મામો  હુસેન બુચડ નામના શખ્સોને પકડી પાડયા હતા.ગાંધીધામ જીઆઇડીસીમાં આવેલા ભંગારના એક વાડા બહાર આ ચોરાઉ થાંભલા રાખવામાં આવ્યા હતા. ત્યાંથી વાહનમાં  ભરી આ શખ્સો અંજાર ખાતે વેંચવા જઇ?રહ્યા હતા. આ શખ્સો આદિપુરના જુમાપીર ફાટક પાસેથી  જવાના છે તેવી પૂર્વ બાતમીના આધારે પોલીસે તેમને પકડી પાડયા હતા.પકડાયેલા આ ચાર શખ્સો પાસેથી રૂા. 1,02,000ના 25 થાંભલા જપ્ત કરવામાં આવ્યા હતા. આ શખ્સોએ ચોરીના અન્ય કોઇ બનાવને અંજામ આપ્યો છે કે કેમ તેની આગળની તપાસ પોલીસે હાથ?ધરી છે. આ સંકુલમાં આવેલા ભંગારના અમુક વાડાઓની તટસ્થ નીતિથી તપાસ કરવામાં આવે તો ચોરીના આવા અનેક ભેદ ખુલે તેમ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું પણ ગમે તે કારણે આ અંગે પોલીસને રસ ન હાય તેમ આવી કોઇ કામગીરી ન થતી હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer