ચાર કેન્દ્રશાસિત પ્રદેશોમાં ખાનગી વીજ વિતરણને મંજૂરી

નવી દિલ્હી, તા. 24 (પ્રતિનિધિ દ્વારા) : કેન્દ્રીય પ્રધાનમંડળે દાદરા અને નગર હવેલી તથા દીવ અને દમણમાં વીજ વિતરણ વેપારના ખાનગીકરણ માટે મંજૂરી આપી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય પ્રધાન મંડળે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવમાં વીજ વિતરણ વેપારના ખાનગીકરણ માટે કંપની (સ્પેશિયલ પર્પસ વેહિકલ)ની રચના, નવી કંપનીના ઈક્વિટી શેર વેચવા અને કર્મચારીઓની જવાબદારી પૂરી કરવા ટ્રસ્ટ રચવા માટે મંજૂરી આપી છે. ખાનગીકરણથી આ કેન્દ્રશાસિત પ્રદેશોના 1.45 લાખથી વધુ ગ્રાહકોને વધુ સારી સુવિધાઓ મળશે. આ પ્રક્રિયાથી સ્પર્ધામાં વધારો થશે અને વીજઉદ્યોગ મજબૂત બનશે તથા બાકી રહેલા બિલની રકમ પણ મેળવી શકાશે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer