`પ્રદૂષણ માટે સરકાર કંઈ નથી કરતી''

નવી દિલ્હી, તા. 24 : વાયુ પ્રદૂષણ મુદ્દે સુપ્રમી કોર્ટે બુધવારે પાછી સુનાવણી કરતાં વધુ એકવાર કેન્દ્ર સરકાર સામે લાલઆંખ કરી હતી.ટોચની અદાલતે કેન્દ્ર સરકારને ફટકાર લગાવતાં કહ્યું હતું કે, મોસમ ખરાબ હોય ત્યારે ઉપાય કરાય છે. વાયુ પ્રદૂષણ રોકવા પણ ઉપાય કરવા જોઈએ. કલ્પના કરો, આપણે દુનિયાને શું સંદેશ આપી રહ્યા છીએ.આખરે પ્રદૂષણને રોકવા માટે ઓછું કરવા માટે શું કામ કર્યા છે, તેવો સવાલ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ જે.વી. રમન્નાએ કર્યો હતો. રમન્નાએ સખત ટિપ્પણી કરતાં કહ્યંy હતું કે, લોકોની અપેક્ષાઓ અઢળક છે, લોકોના મતે અદાલત કામ કરી રહી છે અને સરકાર કાંઈ કામ કરતી નથી.અદાલતે વાયુ ગુણવત્તા આંક પર સવાલ ઉઠાવતાં કહ્યું હતું કે, અત્યારે આ આંક 381 છે, સરકારે આપેલો 290નો આંકડો ખોટો છે. ભલે પ્રદૂષણનાં સ્તરમાં થોડોક ઘટાડો આવ્યો છે, પરંતુ ફરી ગંભીર સ્થિતિમાં પહોંચી શકે છે, જેન હજુ ઘટાડવા માટે બેથી ત્રણ દિવસમાં પગલાં લ્યો, તેવો નિર્દેશ મુખ્ય ન્યાયમૂર્તિએ સરકારને આપ્યો હતો.અમે આદેશ આપવાનું જારી રાખશું અને હવે દરરોજ અથવા દર બીજા દિવસે આ મુદ્દે સુનાવણી કરતા રહેશું, તેવું રમન્નાએ ઉમેર્યું હતું, હવે સોમવારે સુનાવણી કરાશે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer