ગાંધીધામમાં પ્રી-નેશનલ ટીટી કેમ્પ

ગાંધીધામ, તા. 24 : ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે તથા સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત અને કચ્છ ડિસ્ટ્રિકટ ટેબલ ટેનિસ એસોસિયેશનના સહકારથી આજથી સાત ડિસેમ્બર સુધી યોજાનારા પ્રિ નેશનલ કેમ્પમાં કેટલાક સંભવિતોની સાથે-સાથે કેડેટ (અંડર-13) અને સબ જુનિયર (અંડર-15)ના મોખરાના ખેલાડીઓ પણ ભાગ લઈ રહ્યા છે. આ કેમ્પ આજથી સાત ડિસેમ્બર સુધી સ્વ. એમ.પી. મિત્રા ઈન્ડોર સ્ટેડિયમ, હરેશ સંગતાણી સ્પોર્ટસ કોમ્પલેક્સ, આદિપુર, ગાંધીધામ ખાતે યોજાશે. 24 નવેમ્બરથી સાતમી ડિસેમ્બર 2021 દરમિયાન આ કેમ્પનું આયજન થયું છે. આ કેમ્પમાં કોચ તરીકે કચ્છના મિહિર ગાંધી, ભાવનગરના સોનલ જોશી અને સુરતના હૃદય દેસાઈ રહેશે. આ કેમ્પ 11થી 17મી જાન્યુઆરી 2022 દરમિયાન ઈન્દોર ખાતે યોજાનારી 83મી કેડેટ અને સબ જુનિયર નેશનલ અને ઈન્ટર સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2021ની પૂર્વ તૈયારીનો ભાગ રહેશે. આ કેમ્પમાં ખેલાડીઓએ કરેલા પ્રદર્શનને નેશનલ ચેમ્પિયનશિપ માટેની ટીમની પસંદગીમાં ધ્યાનમાં લેવામાં આવશે. જીએસટીટીઓના પ્રમુખ વિપુલ મિત્રાએ ઉમેર્યું હતું કે કેમ્પ યોજવો મહત્વનો છે કેમ કે નેશનલ્સ જેવી મોટી ટુર્નામેન્ટ અગાઉ અમે અમારા ખેલાડીઓને વધુ સજ્જ કરવા માગીએ છીએ.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer