સાંયરા યક્ષમાં સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત બારસો લાભાર્થીની અરજીનો કરાયેલો નિકાલ

સાંયરા યક્ષમાં સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત બારસો લાભાર્થીની અરજીનો કરાયેલો નિકાલ
નખત્રાણા, તા. 24 : તાજેતરમાં તાલુકાના સાંયરા યક્ષ ગામે પ્રાંત અધિકારી મેહુલકુમાર બરાસરાના અધ્યક્ષસ્થાને સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત 1200 જેટલા લાભાર્થીઓની અરજીનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, તા. પંચાયતના પ્રમુખ જયસુખભાઈ પટેલ, સરકારી અધિકારીઓ સહિત ભાજપના કાર્યકર્તાઓ, હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય શ્રી જાડેજાએ કહ્યું હતું કે, છેવાડાના ગરીબ-વંચિત-શોષિત લોકો સુધી વિવિધ કલ્યાણકારી સરકારી યોજનાઓના લાભ પહોંચે તેવા ઉમદા હેતુ સાથે સરકાર દ્વારા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. તો જયસુખભાઈ પટેલે કહ્યું હતું કે, સરકાર આપણા દ્વારે છે. કોઈ પણ કામ અટકતું હોય, અરજીઓ અટકતી હોય તો સ્થળ પર જ નિકાલ સાથે વિવિધ યોજનાઓની જાણકારી મેળવી પૂરતો લાભ લેવા જણાવ્યું હતું. પ્રાંત અધિકારી, ટી.ડી.ઓ.એ પણ સાંજના પાંચ વાગ્યા સુધી સેવા સેતુનો કાર્યક્રમ ચાલશે, કોઈ પણ તકલીફ હોય તો બેધડક જણાવશો, નિકાલ કરશું. કાર્યક્રમમાં 170 જેટલા આવક દાખલા, 30 જણને રસી, ડીવમીંગ 120, હેલ્થ કાર્ડ-137 સાથે ડાયાબિટીસ, બી.પી.ની ચકાસણી, સાત બાર, આઠ-અના પ્રમાણપત્રો, 134 મેડિસીન સારવાર, 100 મિલકત આકારણી ઉતારા, 87 ભીમ એપ, 82 પશુઓની ગાયનેકોલોજી સારવાર, 50 આધારકાર્ડ, રાશનકાર્ડમાં નામ દાખલ કરવું, સુધારો કરવો, જાતિ પ્રમાણપત્ર સહિત યોજનાઓનો લાભ લીધો હતો. તા. ભાજપના પ્રમુખ દિલીપભાઈ પટેલ, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન લીલાબેન એમ. મહેશ્વરી, કારોબારી સમિતિના ચેરમેન મહેન્દ્રસિંહ સોઢા, સાંયરાના પરસોત્તમભાઈ વાસાણી, તાલુકા વિ. અધિકારી વિનોદભાઈ જોષી, મામલતદાર, મહામંત્રી હરિસિંહ રાઠોડ, મૂળજીભાઈ પટેલ, ધનજીભાઈ મહેશ્વરી, નવીનભાઈ ગોગારી, લાખા તેજા સંઘાર સહિત આગેવાનો-ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer