ભુજમાં સંગીતજ્ઞ સ્વ. જયકિશન મેઘનાનીને શ્રદ્ધાંજલિ અર્પણ

ભુજમાં સંગીતજ્ઞ સ્વ. જયકિશન મેઘનાનીને શ્રદ્ધાંજલિ અર્પણ
ભુજ, તા. 24 : સંગીતજ્ઞ સ્વ. જયકિશન મેઘનાનીને વૃક્ષમિત્ર ગાર્ડન ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી.રોટરી, નગરપાલિકા, ઓલ ઈન્ડિયા રેડિયો વિ. જેવી અનેક સંસ્થાઓમાં નિષ્ણાત તરીકે સેવા આપનારા સંગીતજ્ઞ સ્વ. જયકિશન મેઘનાનીને તાજેતરમાં વૃક્ષમિત્ર સંસ્થા અને વૃક્ષમિત્ર સંગીત સભા દ્વારા મુંદરા રિલોકેશન, ભુજ સ્થિત ડો. શ્યામાપ્રસાદ મુખરજી વૃક્ષમિત્ર ગાર્ડન ખાતે તેમનાં કાર્યોને ભાવાંજલિ અર્પણ કરાઈ હતી. પંડિત કલ્યાણેશ્વર મેઘનાનીના બે પુત્ર વાયોલિનવાદક સ્વ. દેવશંકર મેઘનાની (પૂર્વ કર્મચારી, ડી.એસ.પી. ઓફિસ) તથા ગાયક સ્વ. કનૈયાલાલ મેઘનાની (પૂર્વ કર્મચારી, વન ખાતું)ની સ્મૃતિ પણ તાજી કરાઈ હતી.આ પ્રસંગે મંચસ્થ કચ્છમિત્રના કટાર લેખક તેમજ જાણીતા સાહિત્યકાર હરેશભાઈ ધોળકિયા, જી.ઈ. બોર્ડના પૂર્વ એક્ઝિક્યુટિવ એન્જિનીયર અને સંગીતના જાણકાર સુધાકરભાઈ વોરા, વૃક્ષમિત્રના મંત્રી સચિનભાઈ ઉપાધ્યાય અને સહમંત્રી શિવશંકરભાઈ નાકર, વૃક્ષમિત્ર સંગીતસભાના મુરબ્બી, જાણીતા પુરાતત્ત્વવિદ્દ દિલીપભાઈ વૈદ્ય તથા પુષ્પાબેન વૈદ્ય અને તબલચી અરવિંદભાઈ જોષીએ સંસ્મરણો વાગોળ્યાં હતાં.કાર્યક્રમમાં વૃક્ષમિત્ર સંસ્થાના પ્રમુખ કિરીટભાઈ સોમપુરા, પંકજભાઈ ઝાલા, ગાયક અનિલભાઈ મેઘનાની, ઢોલકવાદક સંતોષભાઈ વાસુ તથા ગાયક અમૃતભાઈ ઝાલા વિ.એ શ્રદ્ધાંજલિ, ઉપપ્રમુખ દિનેશભાઈ ઠાકર, નિરંજનાબેન ભરતવાલા, મહિલા કન્વિનર કલ્પનાબેન ચોથાણી, આર.એસ.એસ.ના પીઢ આગેવાન પ્રતાપભાઈ રૂપારેલ તથા ઉપસ્થિતોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer