સંવિધાન દિન ઉજવણી સંદર્ભે ગાંધીધામ ભાજપની બેઠક મળી

સંવિધાન દિન ઉજવણી સંદર્ભે ગાંધીધામ ભાજપની બેઠક મળી
ગાંધીધામ, તા. 24 :26 નવેમ્બરે સંવિધાન દિવસની જિલ્લાકક્ષાની ઉજવણીની તૈયારીના ભાગરૂપે ગાંધીધામ શહેર ભાજપ કાર્યાલય ખાતે બેઠક યોજાઈ હતી. ગાંધીધામના પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી, સુધરાઈ  પ્રમુખ ઈશીતાબેન ટીલવાણી, જિલ્લા અનુ. જાતિ મો.ના મહામંત્રી રવિભાઈ નામોરી, શહેર ભાજપ  મહામંત્રી નરેશભાઈ ગુરબાની, મહેન્દ્રભાઈ જુણેજા, જિલ્લા ભાજપ અનુ.જા. મો.ના ઉપપ્રમુખ પ્રકાશભાઈ મારાજ,  શહેર ભાજપ અનુ. જા.મો. પ્રમુખ રાજેશભાઈ  ભરાડીયા, તાલુકા ભાજપ અનુ. જા.મો. પ્રમુખ નથુભાઈ સોલંકી, બક્ષીપંચ મોરચાના  પ્રમુખ હેમંતભાઈ ગજજર, યુવા ભાજપ પ્રમુખ મિતભાઈ ચૌધરી સહિતની ઉપસ્થિતિમાં ઉજવણીના સંદર્ભે વિવિધ મુદે ચર્ચા કરાઈ હતી. કાર્યક્રમનુ સંચાલન દિપકભાઈ મકવાણાએ કર્યું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer