જિલ્લાની જનરલ હોસ્પિટલમાં નિષ્ણાત તબીબોની ખાલી જગ્યા પૂરવા માંગ

ગાંધીધામ, તા. 24 : ભુજ જી.કે. જનરલ હોસ્પિટલમાં ગંભીર બિમારીના નિષ્ણાંત તબીબો  ખાલી પડેલી જગ્યા  તાત્કાલિક  ભરવા અંગે શ્રીમામૈ ભાવના મહેશ્વરી  મંડળે માંગ કરી હતી.મંડળના પ્રમુખ બલીયા રતનશી ફકીરાએ  જિલ્લા  કલેકટરને લેખિત રજૂઆત કરતા  પત્રમાં  જણાવ્યુ હતુ કે  જિલ્લામાં  અદાણી દ્વારા સંચાલિત જી.કે.  જનરલ હોસ્પિટલમાં  કેન્સર, હૃદય, કિડની, મગજ સહિતની ગંભીર બિમારી માટેના નિષ્ણાંત તબીબોના અભાવે નાગરીકોને  અમદાવાદ અને રાજકોટની મોંઘીદાટ હોસ્પિટલો ઉપર નિર્ભર રહેવુ પડે છે. અમદાવાદ અને રાજકોટ  200 થી 400 કિ.મી અંતરે થતા  હોવાથી  દર્દીઓ અને  તેના પરિવાર-જનોને હાલાકી વેઠવી પડી રહી છે. આરોગ્ય કેન્દ્રમાં એ.પી. કાર્ડ ધારકો પાસેથી એમ.આર.આઈ અને સોનોગ્રાફી જેવા રીપોર્ટસના હજારો રૂપિયા લેવામાં આવે છે. આ સેવા વિનામુલ્યે પ્રદાન કરવી જોઈએ. વધુમાં તેમણે હોસ્પિટલમાં આરોગ્યલક્ષી સુવિધા  માટે બહુજન આર્મીના સંસ્થાપક લખનભાઈ ધુઆની ટીમને લડત ટેકો જાહેર કરી સુવિધા મુદે યોગ્ય કરવા અનુરોધ કર્યો હતો. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer