હવે ફરી રેલવે પ્લેટફોર્મ ટિકિટ જૂના ભાવે મળશે

ગાંધીધામ, તા. 24 : રેલવે વિભાગ દ્વારા ભુજ અને ગાંધીધામ સહિતના રેલવે સ્ટેશનમાં પ્લેટફોર્મ ટિકિટના  દરમાં ઘટાડો કરી જુના દર લાગુ કર્યા હોવાની જાહેરાત કરાઈ હતી. રેલતંત્રે એક યાદીમાં જણાવ્યુ હતુ કે કોરોના કાળમાં રેલવે સ્ટેશનોમાં મુસાફરોના બિનજરૂરી ધસારાને નિયંત્રીત કરવા માટે ગાંધીધામ-ભુજ સહિતના સ્ટેશનો ઉપર પ્લેટફોર્મ ટિકિટની રકમમાં વધારો કરી રૂા.30 કરાયો હતો. હવેથી આ ટિકીટ રૂા.10માં મળશે. આ ભાવ તા. 24/11થી લાગુ થશે. અમદાવાદ મંડળના તમામ નાના -મોટા સ્ટેશનોમાં પણ આ જ દર લેવામાં આવશે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer