ગ્રેડ પે આંદોલન મુદે્ પોલીસ કર્મીઓની બદલી રદ કરો

ગાંધીધામ, તા. 24 : તાજેતરમાં પોલીસ કર્મચારીઓના ગ્રેડ પે માટે આંદોલન કરનારા કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. જેને  રદ  કરવા અહીંના દીન દયાલ સેવા સંઘે  માંગ કરી હતી. સરકારના નિર્ણય સામે  સખત વિરોધ નોંધાવતા રાષ્ટ્રીય પ્રમુખ ભાગચંદ ધવને  રજૂઆત કરતા  પત્રમાં કહયુ હતુ કે હાલમાં રાજય  સરકારના  ગૃહ વિભાગ દ્વારા પોતાના હકક અને પગાર વધારવાની માંગણી અર્થે નવ પોલીસકર્મીઓની બદલી કરવાંમા આવી છે. જે શરમજનક પગલુ& છે. ગૃહ વિભાગે મોટુ મન રાખી આ આદેશો રદ કરવા જોઈએ. પોતાના હકકોની માંગણી કરવીએ ગુન્હો નથી. જેથી તેને સજા ન કરવા આ પત્રમાં માંગ કરાઈ હતી.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer