જી.કે.માં બીડી-ગુટકા સાથે પ્રવેશની મનાઇ : દર મહિને 40 કિલોનો નિકાલ

ભુજ, તા. 23 : અદાણી સંચાલિત જી. કે. જનરલ હોસ્પિટલનો સિક્યુરિટી વિભાગ પ્રતિ માસે હોસ્પિટલમાં આવનાર પાસેથી બીડી, તમાકુ કે ગુટખા જેવી આરોગ્ય માટે હાનિકારક ચીજવસ્તુઓ કબ્જે લઈ તેને સળગાવી  નિકાલ કરે છે. દર મહિને બે વખત આવા કબ્જે લીધેલા અંદાજે 40 કિ.ગ્રા. ગુટખા જેવા પદાર્થોનો નિકાલ થાય છે. રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ સાર્વજનિક સ્થળોએ બીડી, તમાકુ કે ગુટખા જેવા પદાર્થોને લાવવાની મનાઈ ફરમાવવામાં આવી છે. હોસ્પિટલમાં આવનાર દર્દીઓએ કે મુલાકાતીઓએ આવી કોઈ ચીજવસ્તુઓ હોસ્પિટલમાં નહીં લાવવા તંત્ર અને સિક્યુરિટી વિભાગ દ્વારા પુન: અનુરોધ કરાયો છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer