ભુજમાં અગરબત્તી ખરીદ્યા બાદ ચૂકવણું ન કરી 1.12 લાખની ઠગાઇ

ભુજ, તા. 24 : પંદરસો કિલો અગરબત્તીનો જથ્થો ખરીદ કર્યા બાદ તેના રૂા. 1.12 લાખની ઠગાઇનો કિસ્સો અત્રેના વેપારી હરિતકુમાર હર્ષદભાઇ રાવલ સાથે બન્યો હોવાનું બહાર આવ્યું છે. ભુજમાં જી.આઇ.ડી.સી. ખાતે જીન્સા ઇન્ડસ્ટ્રીઝ નામની અગરબત્તી બનાવવાનું કારખાનું ધરાવતા વેપારી હરિતકુમાર રાવલે આ પ્રકરણમાં જામનગરના આદિનાથ ઇમ્પેક્ષ પેઢીના આદર્શભાઇ ગડા અને નવીન ચૌહાણ સામે અત્રેના બી -ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો. આરોપીઓએ પંદરસો કિલો અગરબત્તીનો જથ્થો મગાવ્યો હતો. આ પછી આ માટેની રકમ રૂા. 1.12 લાખ ન આપી તેમણે વિશ્વાસઘાત કર્યો હતો, તેમ ફરિયાદમાં લખાવાયું છે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer