મુંદરામાં કાર ઉતારુ રિક્ષામાં અથડાતાં ચાર જણ ઘવાયા

ભુજ, તા. 24 : મુંદરા ખાતે ભુખી નદીના પુલીયા પાસે મારૂતિ ઇકો કાર ઉતારૂ રીક્ષા સાથે અથડાતા રીક્ષાના ચાલક અને ત્રણ મહિલા જખ્મી થઇ હતી.  પોલીસના જણાવ્યા મુજબ ગઇકાલે બપોરે આ અકસ્માત થયો હતો. રીક્ષાના ચાલક બારોઇના  ફિરોઝ સીધીક સમા (ઉ.વ.20) તથા ઉતારૂ રીનાબેન અને અન્ય બે મહિલાને ઇજાઓ થઇ હતી. 

Crime

© 2022 Saurashtra Trust