ભુજમાં સફાઇ કામદાર બહેનોની સેવા બિરદાવાઇ

ભુજમાં સફાઇ કામદાર બહેનોની સેવા બિરદાવાઇ
ભુજ, તા. 24 : દીન-દુ:ખિયા માનવો અને અબોલ જીવોના ઉત્કર્ષ માટે છેલ્લા 12 વર્ષથી સતત કાર્યરત અહીંની જૈન સેવા સંસ્થા નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ?કેન્દ્રના ઉપક્રમે સફાઇ કામદાર બહેનો, દિવ્યાંગો, વયસ્કો, રંક પરિવારના ભૂલકાંઓ વિગેરે સાથે નૂતન વર્ષની ઉલ્લાસભેર ઉજવણી કરાઇ હતી. મુખ્ય દાતા શશિકાંતભાઇ ખીમજીભાઇ મોરબિયા અને અન્ય દાતાઓના સહયોગથી નૂતન વર્ષના શુભારંભે ભુજ નગરના વિવિધ વિસ્તારોમાં સફાઇનું કાર્ય કરતા અને શહેરને સાફ-સૂથરું રાખવામાં મુખ્ય ભૂમિકા ભજવતા સફાઇ કામદાર બહેનોની સેવાઓને બિરદાવવામાં આવી હતી અને વિવિધ વસ્તુઓ અર્પણ કરી તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું. ઉપરાંત રંક પરિવારના 200 જેટલાં બાળકોને નવા વત્રો, શુદ્ધ દેશી ઘીની મીઠાઇ-ફરસાણ વિ.નું વિતરણ કરાયું હતું તેમજ વિવિધ સંસ્થાઓમાં વિશ્રામ લઇ રહેલા દિવ્યાંગો-મનોરોગીઓ, વયસ્કો, નિરાધારો વિગેરેને મીઠું મોઢું કરાવી નૂતન વરસની શુભેચ્છા પાઠવી હતી. સંસ્થાના પ્રમુખ વી. જી. મહેતાની રાહબરી હેઠળ પ્રદીપ દોશી, હિરેન દોશી, ચિંતન મહેતા, રાજેશ સંઘવી, કાજલ મહેતા, ડોલી શાહ, પ્રકાશ શાહ વિગેરેએ જહેમત ઉઠાવી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer