સૂવા - બેસવાની સાચી પદ્ધતિથી જટિલ રોગોથી મુક્તિ મેળવી શકાય

રાપર, તા. 24 : સૂવા અને બેસવાની સાચી પદ્ધતિથી જૂના અને જટિલ રોગમાંથી મુક્તિ અપાવતી શરીર સંતુલન શિબિરનું રાપર ખાતે બીજી વખત આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. ગોઠણ, કમર, સાઈટિકા, જેવા રોગની દુ:ખાવા વિના તેમજ અને બી.પી., ડાયાબિટીસ, ગેસ, એસિડિટી, કિડનીના રોગ, હૃદયના રોગ, ત્રી રોગ, બાળકોના રોગ, શારીરિક-  માનસિક રોગના ઉપચાર સહિતના રોગમાંથી મુક્તિ કેમ મેળવવી તે અંગે ધર્મેન્દ્ર કનોજિયા દ્વારા માહિતી આપવામાં આવી હતી. શિબિરના બીજા દિવસે સૂવા-બેસવાની સાચી પદ્ધતિથી કેટલા ફાયદા થાય છે અને ખોટી પદ્ધતિથી શું નુકસાન થાય છે તે બાબતે શિબિરાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શિબિરમાં ભાગ લેનારા શશિકાંતભાઈ, રસિકભાઈ, વર્ષા બહેન, ચાંદની બહેન, જયા બહેન, વાડીલાલ ભાઈ, કૃષ્ના બહેન, દિવ્યાબહેન, સાગર સોનીએ પોતાના અભિપ્રાય વ્યક્ત કરી  જૂની બીમારીમાંથી મુક્ત થયા આ શિબિરમાં ભાગ લેવા અન્યોને અનુરોધ કર્યો હતે. વસંત મોરબિયા દ્વારા  શિબિરનું આયોજન કરાયું હતું, જેમાં વર્ધમાન જૈન શ્રાવક સંઘ, વાડીલાલ રતનશી સાવલા, વીબીસી જૈન યુવક મંડળનો સહયોગ સાંપડયો હતો. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer